(એજન્સી) તા.ર૪
પવિત્ર મક્કા શરીફથી ઉમરાહ કર્યા બાદ પવિત્ર રમઝાન માસના પ્રથમ દિવસે ઘરે પરત ફરી રહેલા પ્રવાસીઓની શુક્રવારે પવિત્ર મદીના શહેર પાસે બસ પલટી ખાઈ જતા ૧૦ લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે ૧૯ ઘાયલ થયા હતા.
અહેવાલ મુજબ આ પ્રવાસીઓ પવિત્ર મદીનામાં એક ખજૂરના ખેતરમાં કામ કરતા હતા. આ પ્રવાસી કર્મચારીઓ પુ. નેપાળ, ભારત અને બાંગલાદેશના વતની હતા. પવિત્ર મક્કા શરીફમાં ઉમરાહ અદા કર્યા બાદ પવિત્ર રમઝાન માસના પ્રથમ દિવસે તેઓ પોતાના ઘર મદીના શરીફ તરફ જઈ રહ્યા હતા ત્યારે શુક્રવારે મદીના શહેરના રસ્તામાં એમની બસ પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ૯ લોકોનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું જ્યારે ૧૯ ગંભીર રીતે ઘવાયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. સઉદી ગેજેટ અનુસાર, પવિત્ર રમઝાન માસના બીજા દિવસે પવિત્ર મક્કા શરીફમાં ઉમરાહ અદા કર્યા બાદ ૧૦ એશિયાઈ કૃષિ શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સાથે જ એમના સહયોગીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
સઉદી શહેરોમાં રાજમાર્ગો પર આવી દુર્ઘટનાઓ સામાન્ય બાબત છે. તમામ પ્રવાસી કર્મચારી ઉમરાહ અદા કરીને પવિત્ર મક્કા શરીફથી પોતાના ઘર મદીના શરીફ તરફ ફરી રહ્યા હતા. સાંજના સમય બહુ મોટી સંખ્યામાં ભીડને કારણે અચાનક આ ઘટના બની હતી. જે પ્રવાસીઓના મોત થયા છે તેમને કાયદાકીય કાર્યવાહી બાદ એમના દેશ મોકલી દેવામાં આવશે જ્યારે ઘાયલોનો ઉપચાર જિદ્દાહના હોસ્પિટલમાં જ કરવામાં આવશે.