સુરત,તા.૩૧
નાનપુરામાં વકીલોની ઓફિસો ધરાવતા લો ચેમ્બર્સ બિલ્ડિંગમાં ચાલતા હુક્કાબાર પર દરોડામાં ગુરૂવારે રાત્રે એક કોલેજીયન યુવતી સહિત ૧૦ નબીરાઓને રંગેહાથે પકડી પાડયા હતા. બિલ્ડરે પોતે ત્રણ ઓફિસો ભેગી કરીને મીસ્ટ કાફેના નામે હુક્કાબાર શરૂ કર્યો હતો. નાનપુરા ગોધા શેરીમાં લો-ચેમ્બર્સ-૨ના પાંચમા માળે આવેલી ઓફિસમાં મીસ્ટ કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર ગુરૂવારે સાંજે રેડ પાડી હતી. રેડ દરમિયાન ત્યાંથી ૧૦ નબીરાઓ તેમજ એક કોલેજીયન યુવતી હુક્કો પીતા રંગેહાથે પકડાય હતી. પોલીસની ટીમને જોઈને નબીરાઓનો પરસેવો છુટી ગયો હતો. એટલું જ નહિ યુવતી તો માત્ર બેસવા માટે આવેલી હોવાનું બહાનું કાઢયું હતું.
ઓફિસની આડમાં હુક્કાબાર ચલાવનાર યશદીપ દિલીપ મહેતા (ઉ.વ.૨૯) (રહે. હેપી રેસીડન્સી, વેસુ) તેમજ હુક્કાબારનું હેન્ડલીંગ કરતો સંદીપ સોલંકી (રહે. પુનમનગર, ભટાર)ની ધરપકડ કરી હતી. પોલીસે ૧૪ હુક્કા, પાઈપ-૧૪, અલગ અલગ ફ્લેવર-૧૨,જારા-૨, ચીપીયો અને ગેસની નાની બોટલો મળીને ૫૨૦૦નો મુદ્દામાલ કબજે કરી અઠવાલાઈન્સ પોલીસને સોંપી દીધો હતો. અઠવાલાઈન્સ પોલીસની ઊંધતી રહીને પીસીબી અને એસઓજીએ સયુંકત ઓપરેશન પાર પાડ્યું હતું.
સુરતમાં હુક્કાબાર પર દરોડા, કોલેજીયન યુવતી સહિત ૧૦ નબીરાઓ ઝડપાયા

Recent Comments