(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
ભેસ્તાન વિસ્તારમાં રહેતા યુપી અને બિહારના લોકોએ ગ્રુપ ભોજનનું આયોજન કર્યુ હતું. ભોજનમાં બનાવાયેલી દાળમાં ગરોળી પડી ગઈ હોવાનું માલૂમ થતાં જ અગાઉ જમી લીધેલા ૧૦ લોકોને હોસ્પિટલ દાખલ કરાયા હતાં. જેમાંથી એકનું બીપી વધી જતાં દાખલ કરવાની ફરજ પડી હતી. જ્યારે અન્ય લોકોને સારવાર આપી રજા દેવામાં આવી હતી.
ભેસ્તાન શ્રીરૂપ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૮ વર્ષીય અનિલસિંગ ફોજદાર સિંગ , ભેસ્તાનશ્વ ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા ૪૫શ્વ વર્ષીય વિનોદ અવધ નારાયણ પંડિત , ૪૦ વર્ષીય રમેશ રાજનાથ પાટીલ , જેશ પ્રેમશંકર મિશ્રા , સુરેશ તિવારી , વિપુલ મનીષ મિશ્રાએ ગ્રુપમાં ભોજન જમી લીધુ હતું. બાદમાં રસોઈમાં ગરોળી પડી હોવાનું માલૂમ થતાં તમામને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતાં. અનિલનું બ્લડ પ્રેશર વધી જતાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજાને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઈ હતી. ગ્રુપ ભોજન માટે અનિલસિંગ અને મિત્રોએ ૧૫૦ જણાનું ભોજન બનાવ્યું હતું. દાળ – ભાતના ભોજનમાં ૮ – ૧૦ જણાએ પહેલાં જમી લીધું હતું. ત્યારબાદ બીજા મિત્રો માટે દાળ કાઢતા એમાંથી ગરોળી નીકળી હતી. જેને લઈ પ્રથમ ભોજન કરી લેનાર તમામ મિત્રોને નજીકના દવાખાને લઈ જવાતા સિવિલ રીફર કર્યા હતાં. રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ ૩ ફ્‌લેટમાં રહેતા મિત્રોમાં મોટા ભાગના ટ્રાન્સપોટર , માર્કેટિંગ કામ કરતા તથા મિલમાં સુપરવાઇઝર અને ડાઈંગ મિલના માસ્ટર હોવાનું બહાર આવ્યું હતું.