મોરબી, તા. ૩૧
મોરબીમાં પરિણીતા પર દુષ્કર્મ ગુજરનાર શખ્સને મોરબી નામદાર કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી
મોરબીના જુના ઘુંટુ રોડ પર સીરામીક કારખાનામાં રહેતી પરિણીતા પર એકલતાનો લાભ લઈ મૂળ છતીસગઢના વતની અને હાલ મોરબીના જુના ઘૂટું રોડ પરની સલોન સિરામિક નામની ફેક્ટરીમાં લેબર કોન્ટ્રાકટર એવા આરોપી દિનેશ ઉર્ફે દીનીયો સમાંરસિંહ મરાર નામના ઇસમેં તેની જ ફેક્ટરીમાં કામ કરતી એક પરિણીતાનો પતિ રાત્રીના નાઈટ ડ્યુટી પર હતો ત્યારે પરિણીતા રૂમમાં એકલી હોય જે એકલતાનો લાભ લઈને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જે બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને દબોચી લીધો હતો આ અંગે મોરબીની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સેશન્સ જજ રીઝવાનાબેને ઘોઘારીની કોર્ટે આજે આરોપીને દુષ્કર્મ અને ધમકી કેસમાં કસુરવાન ઠેરવીને ૧૦ વર્ષની કેદની સજા અને ૧૨,૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.