(એજન્સી) વૉશિંગ્ટન,તા.૧૧
અમેરિકાએ વિદેશી સ્ટૂડન્ટ્‌સ માટે પોતાની નીતિ કડક બનાવી દીધી છે. સ્ટૂડન્ટ્‌ સ્ટેટ્‌સના ઉલ્લંઘનના બીજા જ દિવસે સ્ટૂડન્ટ અને તેના પરિવારજનોની અમેરિકામાં હાજરી ગેરકાયદેસર માનવામાં આવશે. વીઝા અવધિ સમાપ્ત નહીં હોવા છતાં પણ સ્ટેટ્‌સના ઉલ્લંઘન બાદ તેમની હાજરી ગેરકાયદેસર માનવામાં આવશે. આ નવી જોગવાઈ નવમી ઓગસ્ટથી લાગુ થઈ ચુકી છે. આ પહેલા નિયમ હતો કે જે દિવસે ગુનો સાબિત થશે અતવા અપ્રવાસી મામલાના ન્યાયાધીશ આદેશ જાહેર કરતા હતા. તે દિવસથી અમેરિકામાં તેમનું રહેવું ગેરકાયદેસર માનવામાં આવતું હતું. નવી નીતિ પ્રમાણે ૧૮૦ દિવસ સુધી અનાધિકૃત રીતે વસવાટ કરનારાઓની અમેરિકામાં ફરીથી પ્રવેશ પર દશ વર્ષની રોક લગાવી શકાશે. કોઈ સ્ટૂડન્ટ સંસ્થામાં પુરો સમય નહીં આપે.. તો તેને સ્ટૂડન્ટ સ્ટેટ્‌સના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે. અભ્યાસ પૂર્ણ થયા બાદ ગ્રેસ પીરિયડથી વધુ સમય અમેરિકામાં રોકાણ કરવું અથવા અનાધિકૃતપણે નોકરી કરવાને કારણે પણ આવા સ્ટૂડન્ટને કાર્યવાહીનો સામનો કરવો પડશે.
અમેરિકામાં ચીન બાદ સૌથી વધુ ભારતીય સ્ટૂડન્ટ્‌સ અભ્યાસ કરી રહ્યા છે. ૨૦૧૭૮ના ઓપનડોર રિપોર્ટ મુજબ અહીં ભારતના ૧.૮૬ લાખ સ્ટૂડન્ટ્‌સ અભ્યાસ કરી રહ્યા છે. અમેરિકાના આંતરીક સુરક્ષા વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત વર્ષે એક લાખ ૨૭ હજાર ૪૩૫ ભારતીય સ્ટૂડન્ટ્‌સ અમેરિકા પહોંચ્યા હતા. જેમાં ૪૪૦૦ સ્ટૂડન્ટ્‌સ વીઝાનો સમયગાળો સમાપ્ત થયા બાદ પણ અહીં રોકાયા હતા. કુલ ૨૧ હજારથી વધારે ભારતીય નાગરિક નિર્ધારીત સમયગાળાની સમાપ્તિ બાદ પણ અમેરિકામાં રોકાયા છે.
અમેરિકામાં ચીન પછી સૌથી વધુ સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે. ૨૦૧૭ના ઓપન ડોર્સ રિપોર્ટ પ્રમાણે, ભારતના ૧.૮૬ લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણી રહ્યા છે. નવી નીતિ પ્રમાણે, ૧૮૦ દિવસ સુધી ગેરકાયદેસર રહેનારા લોકોની ત્યાં ફરીથી એન્ટ્રી પર ૧૦ વર્ષની રોક લગાવવામાં આવી શકે છે.