અમદાવાદ, તા.ર૦
રાજ્યના જળ સંપત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૮ જળાશયો હાઈએલર્ટ, ૧૧ જળાશયો એલર્ટ તેમજ ૯ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફૂલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ, ગીર-સોમનાથનું મચ્છુન્દ્રી અને હિરણ-ર જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી અને જૂનાગઢનું અંબાજલ એમ કુલ ૧૮ જળાશયો હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના કુલ ૧૧ જળાશયો હાઈએલર્ટ જાહેર કરાયા છે જ્યારે અન્ય ૯ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ર૮.૯૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો ૪૮.૯૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ર૭.૦૧ ટકા, કચ્છના ર૦ જળાશયોમાં ૧૦.૦૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૩૭ એમ રાજ્યમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩ર.૯૪ ટકા એટલે ૧,૮૩,૩૧૧ મીટર ઘન ફૂટ છે. રાજ્યના કુલ ર૦૩ જળાશયો પૈકી ૧૪ જળાશયો ૧૦૦થી વધુ, રપ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ર૪ જળાશયો પ૦થી ૭૦ ટકા પ૦ જળાશયો રપથી પ૦ ટકા તેમજ ૯૦ જળાશયો રપ ટકાથી ઓછા ભરાયા છે. સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૩ર,૭પર એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૭૪ ટકા છે જ્યારે રાજ્યના કુલ ર૦૩ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૧,૮૩,૩૧૧ એમસીએફટી છે જે કુલ સંગ્રહ શક્તિના ૩ર.૯૩ ટકા છે.