(એજન્સી) રૂદ્રપુર, તા.ર૬
ઉત્તરાખંડના રૂદ્રપુરમાં ઔકારસિંહ ઢિલ્લોની લોન્ડ્રીની દુકાનમાં પાછલા ૧૦૦ દિવસથી તાળું લાગ્યું છે. ૧૮ ઓગસ્ટે તેમણે એક ૭પ કિલો વજનવાળી ટ્રોલી લીધી તેમાં પોતાના જરૂરી કપડા ભર્યા અને ઈવીએમ બેન કરાવવા માટે ઘરેથી સંપૂર્ણ દેશની પગપાળા યાત્રા પર નીકળી ગયા. બેક ટુ બેલેટ અને ઈવીએમ હટાવો, દેશ બચાવો સૂત્રની સાથે ટ્રોલીની ઉપર રાષ્ટ્રીય ધ્વજ લગાવી રૂદ્રપુરથી સંપૂર્ણ દેશની પગપાળા યાત્રા પર નીકળેલા ઔકારસિંહ ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર થઈને આ સમયે કર્ણાટકમાં છે. ઔકારસિંહનું કહેવું છે કે, આ જ વર્ષે મે માં આવેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીત બિનઉમેદવારી હતી કારણ કે લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા પછી પોતે ભાજપ સમર્થકોના મોઢા પર ખુશી ન હતી. તેમના વિરોધી અને સમર્થક બધા આશ્ચર્યચકિત હતા. અમે પોતાની આસપાસના વિસ્તારોમાં જોયું કે, જે વિસ્તારોમાં ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યાં ભાજપને ભરપૂર મત નીકળ્યા હતા. લોકોએ વોટ ઈવીએમમાં આપ્યા અને ઈવીએમનું જેને દિલ થયું તેને આપી દીધા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર ફરી આવ્યા પછીથી સંપૂર્ણ દેશમાં ઈવીએમ અંગે પ્રશ્ન ઉઠયા છે. કેટલીક રાજનૈતિક પાર્ટીઓએ પણ બિનઉમેદવાર પરિણામો અંગે પ્રશ્ન ઊભા કર્યા હતા પરંતુ ઈવીએમની ગરબડને સાબિત કરી શકયા નહીં. આ સમયે ઔકારસિંહ બેંગ્લુરૂથી ૯પ કિ.મી.ના અંતરે છે. તે જણાવે છે કે, પોતાના અત્યાર સુધીના પ્રવાસ દરમિયાન તે ફૂટપાથ અથવા પેટ્રોલ પંપ પર ઉંઘે છે કારણ કે, તે પોતાના ખાવાના ખર્ચના પૈસા લઈને ચાલ્યા હતા. પરંતુ રોકાવાના પૈસા લઈને આવ્યા ન હતા. પહેલાં તેમને તેની જરૂરત ન હતી પરંતુ જ્યારે અજમેરમાં તેમના પર હુમલો થયો તે તેમને રાત્રે સુરક્ષિત સ્થળની જરૂરત અનુભવવા લાગી. ઔકારસિંહે જણાવ્યું કે, અજમેરમાં મારા પર ત્રણ વખત હુમલો થયો. તેમને મારા ત્રિરંગો સાથે લઈને ચાલવા પર વાંધો હતો તે લોકો કહી રહ્યા હતા કે હું રાષ્ટ્રવિરોધી કામ કરી રહ્યો છું. મને ઈવીએમની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ નહીં. તેમણે મારો જીવ લેવાનો પ્રયાસ કર્યો. તેમણે જણાવ્યું કે, ત્યારબાદ તે ગુજરાત પહોંચ્યા અને ત્યાં તેમણે જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓ સાથે મુલાકાત કરી. ઔકારસિંહ જણાવે છે કે, આ બધા નેતા તેમની વાતથી સહમત હતા અને માનતા હતા કે ઈવીએમમાં કંઈને કંઈ છે પરંતુ પુરાવા ના હોવાના કારણે આ લડાઈ આગળ વધી શકી નહીં. તેમણે જણાવ્યું કે, જો ઈવીએમમાં કોઈ ગરબડ ન હતી તો વોટોની ગણતરીમાં તફાવત કેમ આવ્યો. ઔકારસિંહ જણાવે છે કે, જે ગુજરાત મોડલને તે લોકો સંપૂર્ણ દેશમાં લાગુ કરવાની વાત કરી રહ્યા છે ત્યાં સૌથી વધુ વેપારી અને ખેડૂત હેરાન છે. તેમણે જણાવ્યું કે, તે અમદાવાદ, ભરૂચ, વડોદરા અને વાપી ગયા અને તેમને બધા સ્થળે ઈવીએમથી અસંતુષ્ટ લોકો મળ્યા. ઔકારસિંહ જણાવે છે કે, લોકો દાવો કરે છે કે, બેલેટ પેપર પરત આવવા જ લોકતંત્ર માટે સારું છે. તે આ મામલે મીડિયાના વલણથી ઘણા નારાજ છે. તેઓ જણાવે છે કે, મીડિયાના લોકો તેમની પાસે આવે છે, વાત કરે છે પરંતુ સમાચાર દર્શાવતા નથી. ઔકારસિંહ મુજબ પોતાની પગપાળા યાત્રાનું સમાપન તે રાજધાની દિલ્હીમાં ગાંધીજીની સમાધી રાજઘાટ પર કરશે. એવું તે સંપૂર્ણ ભારતની પગપાળા યાત્રા કર્યા પછી જ કરશે. ઔકારસિંહ મુજબ કર્ણાટકમાં પણ તેમને સારું સમર્થન મળ્યું છે. જ્યાંથી તે તામિલનાડુ જશે. માટે તે રાષ્ટ્ર પ્રતિ પોતાના કર્તવ્યને પૂરા કરશે. ઈવીએમ હટાવવું દેશ બચાવવા જેવું છે. પ્રવાસ પર નીકળતા પહેલાં તેમણે પોતાની ડૉક્ટર પત્નીને પણ કંઈ બતાવ્યું નહીં. જ્યારે પોતાના માતા-પિતા પાસેથી આશીર્વાદ લીધા અને બહેનને જણાવ્યું કે, તે તેમની પત્ની અને બે બાળકોનું ધ્યાન રાખે જ્યારે તેઓ બિલાસપુર પહોંચ્યા તો તેમની પત્ની સુમનસિંહનો ફોન આવ્યો જેમાં તેમણે બતાવ્યા વિના જતા રહેવાનું કારણ પૂછયું. ઔકારસિંહ જણાવે છે કે હું પોતાના દેશથી ઘણો પ્રેમ કરું છું અને જાહેર છે મને પોતાની પત્ની બાળકોથી પણ પ્રેમ છે. મારો એક દિકરો, એક દિકરી છે. હું સમજું છું કે, બન્ને પ્રતિ મારી ફરજ છે પરંતુ જો તે સમયે હું પોતાની પત્ની સાથે વાત કરી લેતો તો કદાચ મારા સંપૂર્ણ દેશમાં ઈવીએમના વિરોધમાં પગપાળાનો ઉદ્દેશ નબળો પડી જતો. હું દરેક સ્થિતિમાં જવા ઈચ્છતો હતો કારણ કે, હું જાણું છું કે, પારદર્શી અને સ્વસ્થ લોકતંત્ર માટે ઈવીએમ બેન થવું જ જરૂરી છે.
ઈવીએમ બેન કરાવવા માટે સંપૂર્ણ દેશની પદયાત્રા કરી રહેલા ઔકારસિંહ પહોંચ્યા કર્ણાટક, પ્રવાસના ૧૦૦ દિવસ પૂરા

Recent Comments