(એજન્સી) તા.૧૯
મેહના ગામમાં ૧૦૦થી પણ વધારે સરસ જૂની મસ્જિદને શીખ પરિવારોએ મુસલમાન ભાઈઓને આપી છે. આ મસ્જિદ આઝાદી પછી વેરાન પડી હતી અને ગામના શીખ લોકો અહીંયા પોતાનો સામાન વગેરે રાખતા હતા. ગામની જ બે સેવાનિવૃત્ત શિક્ષકો ભૂપિન્દર સિંહ અને રણજીતસિંહની પાસે આનો કબજો હતો. મુસલમાન ભાઈઓએ જ્યારે એમનાથી આ મસ્જિદ આપવાની માંગ કરી અને ત્યાં દરરોજ નમાઝ અદા કરવાની વાત કહી તો શીખ પરિવાર તરત માની ગયા અને મુસલમાનોને આનો કબજો પણ આપી દીધો. હવે અહીંયા ફરીથી મસ્જિદની ચાર દીવાલો બનાવવામાં આવશે અને આમાં ગામવાળા સહયોગ આપશે. બતાવી દઈએ કે ગામ મેહનામાં મુસલમાન સમુદાયના પાંચ પરિવાર છે અને તેમનું પૂરૂં ગામ ભાઈચારાથી રહે છે. ગામના વૃદ્ધો બતાવે છે કે મસ્જિદ સદી જૂની છે. આઝાદીના ભાગલા સમયે લગભગ બધા મુસ્લિમ ભાઈ અહીંથી પાકિસ્તાન જતા રહ્યા હતા. આઝાદી પછી અહીં આવેલા પૂર પછી પૂરા ગામે આ ઊંચી મસ્જિદમાં આશરો લીધો હતો અને આ દરમ્યાન જે એક-બે પરિવાર મુસ્લિમ ભાઈચારામાં બચ્યા હતા એ પણ જતા રહ્યા. આના પછી આ મસ્જિદ ખંડેર બનેલી હતી અને અહીંયા લોકો પોતાનો સામાના રાખવા લાગ્યા હતા. થોડાક દિવસ પહેલા મોગાથી કેટલાક મુસ્લિમ ભાઈ ગામમાં પહોંચ્યા અને મસ્જિદ તેમને આપવા માટે કહ્યું. જેથી ત્યાં દરરોજ નમાઝ અદા કરી શકે. આના પર બંને મિત્રો માની ગયા અને મસ્જિદ તેમને સોંપી દીધી. મસ્જિદમાં રવિવારે મુસ્લિમ ભાઈઓને એકઠા કરવામાં આવ્યા હતા. આમાં નેતા ચિરાગુદ્દીન ખાન, મુહમ્મદ અસ્લમ કુરેશી, પપુ, ઈમામ મસ્જિદ નૂર-એ-ઈલાહી કારી, અબ્દુલ રહમાન કાસમી સાહેબ વિશેષ રૂપે પહોંચ્યા હતા. આ દરમ્યાન મુસ્લિમ ભાઈઓની તરફથી બંનેને સિરોપા આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ દરમ્યાન બધાએ કહ્યું કે ભલે ગત સમય કેવો પણ રહ્યો હોય પણ આજે પણ પંજાબમાં પરસ્પર ભાઈચારો યથાવત છે અને એનું ઉદાહરણ આ છે.
પરસ્પરના સહયોગથી થશે મસ્જિદનું ફરીથી નિર્માણ. ગામના નિવાસી કુલદીપસિંહ ખેડૂત યુનિયન નેતા સરચાસિંહ, મુખ્ય અધ્યાપક સુનીલ ઈંદ્ર સિંહ વગેરેએ કહ્યું કે મસ્જિદને બહુ જ સારી રીતે ફરીથી બનાવવામાં આવશે અને એના માટે મુસ્લિમ ભાઈઓ સહયોગ આપશે. ગામમાં પરસ્પર ભાઈચારો બનેલો છે અને આગળ પણ રહેશે.