(એજન્સી) અલાસ્કા, તા.રર
અલાસ્કામાં દુલર્ભ સફેદ રીંછનો શિકાર કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રને અલાસ્કા ઓફ ફીશ અને ગેમ ડિપાર્ટમેન્ટે મંજૂરી આપી છે તેમ ડાયરેકટર એડલીગ્રેસરે જણાવ્યું હતું. કુલ ત્રણ લોકોએ શિકાર માટે મંજૂરી માંગી હતી. જેઓ ર૭ સ્પોટ પર સફેદ રીંછનો શિકાર કરશે. હજારો અરજીઓમાંથી ત્રણ વ્યક્તિઓને શિકાર માટે મંજૂરી અપાઈ છે. તે માટે ટ્રમ્પના પુત્રએ ૧ હજાર ડોલર ટેગ ફી અને ૧૬૦ ડોલર શિકાર માટેના લાયસન્સ પેટે ચૂકવવા પડશે.