(એજન્સી)
લાસ વેગાસ, તા. ૧૧
અમેરિકી ઈતિહાસમાં સૌથી ભીષણ ગોળીબારીની ઘટનાના એક અઠવાડિયા બાદ પણ તપાશનીસ અધિકારીઓને હજુ સુધી એક વાત ગળે ઉતરતી નથી કે શા માટે લાગ વેગાસ હુમલાખોરે ૫૮ લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યાં. આ કેસની તપાસ કરી રહેલી એફબીઆઈ અને લાગ વેગાસ પોલીસને અત્યાર સુધીમાં ૧,૦૦૦ કરતાં પણ વધારે કડીઓ મળી છે તેમ છતાં પણ હત્યાંકાંડ પાછળના સાચા કારણની કોઈ માહિતી મળી શકી નથી. હુમલાખોરે સ્ટીફન પૈડોકે ૨૩ ગનનો સંઘરો કરી રાખ્યો હતો. જેમાંની એક ડઝન જેટલી ગન તો ઓટોમેટિક હથિયાર જેવી હતી. એફબીઆઈ અને પોલીસે પેડોકના રાજકારણ, નાણા, સંભવિત આતંકવાદી જોડાણ અને હુમલાખોરનું સામાજિક વર્તનની આકરી તપાસ હાથ ધરી છે તેમ છતાં પણ પોલીસને હજુ સુધી એવી કોઈ નક્કર માહિતી મળી નથી કે શા માટે તેણે આટલી મોટી સંખ્યામાં લોકોને મારી નાખ્યાં. લાસ વેગાસના સંગીત સમારોહમાં અંધાધૂંધ ગોળીબાર કરીને ૫૯ લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી સ્ટીફન પૈડક નેવાડામા એશોઆરામભર્યું જીવન ગાળતો હતો. એવું પણ બહાર આવ્યું છે કે અબજોપતિ સ્ટીફન પૈડકને બંધૂકો, જૂગાર અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો ખૂબ મોટો શોખ હતો. સ્ટીફન રિયલ એસ્ટેટ કારોબારમાંથી કરોડો રૂપિયા કમાયો હતો. એટલું જ નહી પરંતુ ખબરોમા જણાવ્યાનુસાર, પૈડકની પાસે બે વિમાન અને સમગ્ર અમેરિકામાં ઘણી સંપત્તિ હતી. સ્ટીફનના ભાઈના જણાવ્યાનુસાર સ્ટીફન જૂગાર અને તેમાં મોટા દાવ લગાડવાનો ખૂબ શોખ હતો. સ્ટીફન પૈડકનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. તેના જીવનમાંથી એવો કોઈ સંકેત મળતો નથી કે શા માટે હોટલ કેસિનોમાં ૩૨ મા માળે ઓછામાં ઓછી ૨૩ ગન સાથે આવ્યો હતો. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વીકારી પરંતુ લાસ વેગાસના એફબીઆઈ એજન્ટ ઈન ચાર્જે એવું કહ્યું કે હજુ સુધી તપાશનીસ અધિકારીઓને એવી કોઈ કડી નથી કે જેને આધારે એવું કહી શકાય કે આ હુમલાનું આંતરરાષ્ટ્રીય આતંકવાદ સાથે કોઈ જોડાણ છે.