ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વન ડેમાં દમદાર ઇનિંગ રમીને વિશેષ ઉપલબ્ધિ હાંસેલ કરી લીધી છે. ધોની ઓસ્ટ્રેલિયન ધરતી પર વન ડેમાં એક હજાર રન પૂરા કરનારા ચોથા ભારતીય બેટ્‌સમેન બની ગયાં છે. ધોનીએ પીટર સિડલ દ્વારા ઇનિંગની ૨૯મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને આ ઉપલબ્ધિ હાંસેલ કરી. માહીને ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક હજાર રન પૂરા કરવા માટે ૩૪ રનની જરૂર હતી. તેણે ૫૧ બોલમાં ૩ ચોગ્ગા ફટકારીને એક હજાર રન પૂરા કર્યા. જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક હજાર વન ડે રન પૂરા કરવાના મામલે ધોની હવે મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્માના સ્પેશિયલ ક્લબમાં સામેલ થઇ ગયા છે. ધોની પહેલાં ફક્ત આ ત્રણ બેટ્‌સમેન જ ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક હજાર કે તેનાથી વધુ રન બનાવી શક્યા છે.