અમદાવાદના શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અપાઈ

મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા અમદાવાદના રજનીશ પટણી શહિદ થયા છે. મેરઠ ખાતે તેમનું આકસ્મિક નિધન થયું છે. શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ. ત્યાર પછી એરપોર્ટથી શહીદના પાર્થિવ દેહને તેમના ઘર અમરાઇવાડી લઇ જવામાં આવ્યો છે. ભારે પરિવારજનોમાં આકંદ જોવા મળ્યો હતો.