ભાવનગર શહેરમાં વિકાસના નામે હાકલ પાડતાં વિકાસના સેવકો પ્રજાની ખરી મુશ્કેલીને વાચા આપવામાં ઉણા ઉતરી રહ્યાં છે. શહેરમાં આવેલ શેલારશા ચોકમાં ઘણાં સમય સુધી લોકો બિસ્માર માર્ગને લઈને યાતનાઓ વેઠી હતી ત્યારબાદ ચોમાસુ પૂર્ણ થયે તંત્રને રોડ પર પડેલા ખાડાઓ યાદ આવ્યા અને થાંગડથિંગડ કામ હાથ ધર્યું લોકોને લાગ્યું કે, સમસ્યાનો અંત આવ્યો પરંતુ ના ખાડા પુરવામાં વાપરવામાં આવેલ હલકી ગુણવત્તાના માલ મટીરીયલ્સને પગલે હાલ વાહનો રોડ પરથી પસાર થાય એટલે જોરદાર ધૂળની ડમરીઓ ચડે છે આથી રાહદારીઓ તથા ધંધારોજગાર ચલાવતાં લોકો માટે આ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે ધૂળ લોકો ના શ્ર્‌વાસોશ્ર્‌વાસ માં જાય છે અને બિમાર પડી રહ્યાં છે આ સમસ્યાના ઉકેલ માટે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ ઓ ચૂંટણી ટાણે જ દેખા દેશે એવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.