સુરત, તા.૧૫
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉતરાયણના દિવસે પતંગ ચલાવતી વખતે, પકડતી વખતે નીચે પટકાવાના, પંતગના દોરાથી ઇજા પહોંચવાના તથા અકસ્માતના બનાવોમાં ઉપરા ઉાપરી બનતા ઈમરજન્સી ૧૦૮ ઈમ્બ્યુલન્સની ટીમ સતત દોડતી જોવા મળી હતી. ગઈકાલે એક જ દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ૧૦૮ કોલ મળ્યા હતા. આ કોલ પતંગના દોરાથી ગંભીર રીતે ઇજા પામેલા રાહદારોઓ, વાહનચાલકોને તત્કાળ હોસ્પિટલલ પહોંચાડવાના હતા. અગાસીઓ, ધાબાઓ પરથી પડવાના, મારમારીના તેમજ રોડ અકસ્માતનો કોલ પણ હતા, ઉતરાયણ તહેવાર અકસ્માતો ઉત્સવ બની ગયો હોય તેવું પણ કહેવામાં કોઈ નવાઈ નહીં.
ઈમરજન્સી ૧૦૮ના સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે આખો દિવસ તેમની ટીમ એક પછી એક કોલ આવતા દોડતી રહી હતી. આખા દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી ૧૦૮ જેટલા કોલ મળ્યા હતા. જેમાં રોડ અક્સ્માતના ૪૯, મારમારીના ૧૪, પડી જવાના ૨૬, અને પંતગના દોરાથી ઇજા પામનારના ૧૯ કોલ મળયા હતા. તમામને સારવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૧૦૮ કોલમાંથી રોડ અકસ્માતના કોલ વધુ પડતા બનાવો રીંગરો તથા રાંદેર વિસ્તારમાં હતા. દોરાથી ઇજા થવાના બનાવ રાંદેર રોડ, ઉધના દરવાજાથી સચીન રોડ તરફ જોવા મળ્યા હતા. જયારે મારામારીના બનાવો પાંડેસરા અને ઉન વિસ્તારમાંથી આવ્યા હતા.
૧૦૮ના કર્મચારીઓની પ્રામાણિકતાઃ ઇજા પામેલાની પત્નીને ૧૩ હજાર, મોબાઈલ પરત કર્યો
ઉતરાણના દિવસે ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ સતત દોડતી રહી હતી જેમાં ખાસ કરીને રાંદેરના પાલનપુર જકાતના ખાતે રહેતા હસમુખ દેવીપૂજક ગઈખાલે પાલનપુર જકાતનાકા રોડ પરથી પસાર થતી વખતે તેના ગળામાં દોરી આવતા અક્સામાત થતા માથામાં ઇજા પહોંચી હતી. રાંદેર લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ મળતા ઈએમટી શબ્બીરખાન અને પાયલોટ તેજશ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ઈએમટી શબ્બીરને ઇજાગ્રસ્ત હસમુખભાઈ પાસેથી ૧૩,૯૪૦, મોબાઈલ અને ચાંદીનો કડો મળી આવ્યો હતો. હસમુખભાઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હસમુખભાઈ સાથે તેમના કોઈ સગાસંબંધી ન હતા. જેથી શબ્બીર અને તેજસે આ વસ્તુ તેની પાસે રાખી હતી. અને ત્યારબાદ હસમુખભાઈની પત્ની મંજુબેન આવતા તેેમને સોંપી હતી. ૧૦૮ના કર્મચારીઓને નૈતિકતા જોઈને હસમુખભાઈના આંખમાં આંસુ આવી ગયા હતા અને પરિવારે ૧૦૮ના સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.