જન્મદિવસ પર SRKને મમતા દીદીએ
શુભેચ્છા પાઠવી, તેમને “મોહક ભાઈ” ગણાવ્યા

 

(એજન્સી) નવી દિલ્હી , તા.૨
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને તેના ૫૫માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મમતાએ ટ્‌વીટર પર પોસ્ટ શેર કરી કિંગખાનને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્‌વીટર પર લખ્યું હતું કે, એસઆરકેને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા, તમને સારા આરોગ્ય અને જીવનમાં તમામ સફળતાઓની શુભકામના. તેમણે કિંગ ખાનને પોતાના મોહક ભાઈ તરીકે ગણાવ્યા હતા અને તેમને જીવનમાં દરેક સફળતાઓની શુભેચ્છા પાઠવી હતી. વર્ષ ૨૦૧૧માં મમતા બેનરજીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસે સત્તા સંભાળ્યા બાદથી શાહરૂખ ખાન સત્તાવાર રીતે પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ઉપરાંત કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સાથેે મળી તેઓ બંગાળ ફિલ્મ ઉદ્યોગને મજબૂત ટેકો અને સમર્થન આપી રહ્યાં છે. રાજ્યના શહેરી વિકાસ અને મ્યુનિસિપિલ બાબતોના મંત્રી ફિરહદ હકિમે પણ એસઆરકેને તેમના જન્મદિવસ બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્‌વીટ કરી લખ્યું હતું કે, લાંબા આયુષ્ય અને મહત્વશીલ બનાવોથી ભરપૂર જીવનની શુભેચ્છા.