(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
રામલીલા મેદાનમાં રવિવારે ૧૩મી ઓપ્રિલ ૨૦૧૮ના રોજ ભારત બંધ દરમિયાન માર્યા ગયેલા દલિતોની યાદમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ગાઝિયાબાદની સત્યશોધક ટીમ, ભીમ આર્મીના એક જૂથના કાર્યક્રમમાં મૃતકો અને ઘાયલોના પરિવારજનોને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં પહોંચેલા પીડિતોએ પોતાની આપવીતી સંભળાવી હતી.અહેવાલો અનુસાર એક પીડિત સુરેશ કુમારે કહ્યું કે, તેમના પુત્રને એક પોલીસ અધિકારીએ ગોળી મારી હતી અને તેના બદલે કે તે દલિત યુવકના હત્યારા તરીકે કોઇપણ મુસ્લિમનું નામ લઇ લે અને તેના બદલામાં તેને ૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે. એક અન્ય પીડિતે કહ્યું કે, તેને ભાજપની સરકાર પાસે કોઇપણ પ્રકારના વળતરની આશા નથી. ગોળી વાગવાને કારણે હવે કોઇપણ કામ કરવામાં સક્ષમ નથી.ભારત બંધ દરમિયાન પોલીસની કાર્યવાહી અને વહીવટી તંત્રની ક્રૂરતાનો શિકાર થયેલા અનેક લોકોએ પોતાની આપવીતી સંભળાવી હતી. વિરોધ પ્રદર્શનોમાં ૧૩ લોકોનાં મોત થયા હતા અને ૨૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. રામલીલા મેદાનમાં આ લોકોને સન્માનિત કરાયા હતા. ૬૦ વર્ષના સુરેશ કુમારે તેમના ૨૨ વર્ષના પુત્ર અમરેશને કેવી રીતે ગોળી મારી તે અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મારો પુત્ર ખેતમજૂર છે અને કામની શોધમાં શહેર ગયો હતો. કામ ન મળતા મુઝફ્ફરનગર રેલવે સ્ટેશન આવ્યો હતો જ્યાં જાટવસમાજના લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. યુવકોએ જણાવ્યું કે, મારા છોકરાને પોલીસ અધિકારીએ છાતીમાં ગોળી મારી હતી. દેખાવકારો તેને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગયા પરંતુ તેને બચાવી શકાયો નહીં. સુરેશે દાવો કર્યો કે, પુત્રની મોતનો આરોપી પોલીસ ઇન્સપેક્ટર છે અને તે મને ઉઠાવીને ન્યૂ મંડી પોલીસ સ્ટેશન લઇ આવ્યો હતો. તેણે મને કહ્યું કે, મારા પુત્રની હત્યામાં કોઇ પણ મુસ્લિમનુ નામ લઇ લે. અને કહ્યું કે,તેના બદલામા તેને ૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે મેં ઇન્કાર કર્યો ત્યારે મને કહેવાયું કે કોઇનું નામ તો લેવું જ પડશે. ત્યારે મેં અધિકારીને કહ્યું હતું કે, મને ખબરછે તે મારા પુત્રને તમે જ ગોળી મારી છે. ત્યારબાદ મને જાતિ અંગેની ગાળો આપી માર મારવાની ધમકી આપી. જોકે, મેં તેમની સામે ફરિયાદ કરવાની ધમકી આપતા પોલીસે મારા પુત્ર અમરેશની હત્યામાં રામ શરણ નામના દલિતયુવકની ધરપકડ કરી લીધી હતી. મારા પાડોશીએ પણ મારી કોઇ મદદ કરી ન હતી. અન્ય ઘાયલ લોકોએ પણ બંધ દરમિયાન પોલીસના ગોળીબાર અંગેની આપવીતી સંભળાવી હતી.