(એજન્સી) નવી દિલ્હી,તા.૮
આગામી દિવસોમાં બજારમાં ૧૦ રુપિયાના સિક્કા ઓછા જોવા મળે તો નવાઈ નહી હોય. તેનું કારણ પણ આશ્ચર્યજનક છે. સિક્કા બનાવવા માટેનું મટિરિયલ ખરીદવામાં થયેલા વિલંબના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે.
સિક્કા બનાવતી સરકારની ટંકશાળ સમયસર આ માટેનું મટિરિયલ ખરીદી શકી નથી. દેશમાં ચાર સ્થળો કોલકાતા, મુંબઈ, હૈદ્રાબાદ અને નોઈડા ખાતે ટંકશાળ આવેલી છે. જેનું સંચાલન સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. તેણે આરબીઆઈને આ બાબતની જાણકારી આપી છે. જેના કારણે આરબીઆઈને ૨૦૧૯માં સિક્કા બહાર પાડવાની યોજનામાં ફેરફાર કરવો પડ્યો છે.
અગાઉ ચારે ટંકશાળામાં ૧૦ રુપિયાના ૪૦૦ કરોડ સિક્કા બનવાના હતા. હવે ૨૦૦ કરોડ સિક્કા જ બનશે.૨૦૧૮માં પણ આરબીઆઈ ૩૦૦ કરોડ કિસ્સા બનાવવા માંગતી હતી પણ તેને સપ્લાય કરવા માટે લોજિસ્ટિકની સમસ્યાના કારણે માત્ર ૭૬ કરોડ સિક્કા જ સપ્લાય થયા હતા.