(એજન્સી) બિલાસપુર, તા.૪
બિલાસપુર ખાતે આવેલ મહાબલી મંદિર ખેરૈયામાં એક દલિતને દર્શન માટે પ્રવેશતો રોકવા બદલ અદાલતે મંદિરના પૂજારી અને કર્મચારીને દોષિત ઠરાવ્યા છે. તેમને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનેગાર ઠરાવ્યા બાદ હવે ૧૦ ઓક્ટોબરે કોર્ટ સજાની જાહેરાત કરશે. ન્યાયવિદ ઉમેશકુમારે કહ્યું કે ર૭ જાન્યુઆરી ર૦૧રમાં કોર્ટ થાના બિલાસપુરમાં તુલસીદાસ બંસલ નામના દલિતે ફરિયાદ દાખલ કરી હતી. તેનો આરોપ હતો કે ર૪ જાન્યુઆરી ર૦૧રના રોજ તે સાથીઓ સાથે મહાબલી મંદિર ખેરૈયામાં દર્શન માટે પ્રવેશી રહ્યો હતો ત્યારે બાબા કેવલપુરી અને એક શખ્સે હરકેવલ સિંહને તેમને મંદિરમાં જતા રોક્યા હતા. તેમણે કહ્યું કે મંદિરની દીવાલો પર લખ્યું છે કે મંદિરમાં શુદ્રોનો પ્રવેશ નિષેધ છે. ત્યારબાદ પુજારી અને કર્મચારી સામે તુલસી બંસલે ફરિયાદ કરી હતી. ફરિયાદની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પૂજારી બાબા કેવલપૂરી અને હરકેવલસિંહને એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત ઠરાવ્યા હતા ત્યારબાદ તેમને ૧૦ ઓક્ટોબરે સજા કરવાની જાહેરાત કરી હતી.
દલિતોને મંદિરમાં પ્રવેશવાની મનાઈ કરનાર પૂજારી સહિત બે દોષિત : ૧૦ ઓક્ટોબરે સજાનું એલાન

Recent Comments