ગોંડલ, તા.૫
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના ૧૧ દિવસ પૂર્ણ થયા છે અને આજે ૧૨મો દિવસ છે. ત્યારે ગોંડલના દેરડી(કુંભાજી) ગામે હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો અને ખેડૂતો દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડૂતોને સરકાર દ્વારા મગફળીનો પાકવીમો ચૂકવવામાં આવ્યો છે. પરંતુ કપાસનો પાકવીમો સરકાર દ્વારા હજુ સુધી ચૂકવવામાં આવ્યો ન હોવાથી પાકવીમાની માંગ સાથે ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.