જમ્મુ,તા.૧૬
જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. આ રોડ અકસ્માતમાં ૧૧ લોકો મોતને ભેટ્યા હોવાની જાણકારી મળી રહી છે. દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર ટેક્સી ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવી દીધુ હતું જેથી તેમની ગાડી ૫૦૦ ફૂટ ઉંડી ખીણમાં જઈને પડી હતી. ટેક્સી ચંદરકોટથી રાજગઢ તરફ જઈ રહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ટેક્સી યાત્રિઓને લઈને ચંદેરકોટથી રાજગઢ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી પોતાનું સંતુલન ગુમાવી દીધુ હતુ અને જેના કારણે ટેક્સી કુંદા નલ્લાહ પાસેની ખીણમાં ખાબકી હતી. આ અકસ્માત શનિવારે સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ઘટ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ સાથે મળીને સ્થાનિક લોકોએ રેસક્યૂ શરૂ કરૂ દીધું હતું.
રેસ્ક્યૂ કરતા ૧૧ લોકોના મૃતદેહો મળી આવ્યા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે ત્રણેયની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
જમ્મુમાં રામબનમાં ભીષણ રોડ અકસ્માતઃ ૧૧નાં મોત

Recent Comments