(એજન્સી) કોલકાતા, તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૪મી જન્મજયંતીએ કોલકાતામાં એક કાયમી મ્યુઝિયમનું અનાવરણ કર્યુ હતું. બીજીબાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક વિશાળ રેલીનું પણ આયોજન કર્યુ હતું. આ બંને કાર્યક્રમ એવા સમયે થયા જ્યારે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે.
૧. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર આયોજીત પરાક્રમ દિવસ સમારોહમાં ભાગ લેવા માટે શનિવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા હતા.
ર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજીત સમારોહને સંબોધિત કરતા કહ્યું હતું કે કોલકાતામાં આવવું મારા માટે ઘણી ભાવુક કરનાર ક્ષણ છે.
૩. બાળપણથી જ્યારે પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નામ સાંભળ્યું, હું કોઈપણ સ્થિતિ-પરિસ્થિતિમાં રહ્યો, આ નામથી એક નવી ઉર્જાથી ભરાઇ ગયું. આટલું વિરાટ વ્યક્તિત્વ છે તેમનું, હું બંગાળની પાવન ભૂમિને નમન કરૂં છું
૪. પીએમ મોદીએ કહ્યું કે આજના દિવસે મા ભારતીની ગોદમાં તે વીર સપૂતે જન્મ લીધો હતો, જેમણે આઝાદ ભારતના સપનાને નવી દિશા આપી હતી.
પ. આજના દિવસે ગુલામીના અંધારામાં તે ચેતના ફૂટી હતી, જેણે દુનિયાની સૌથી મોટી સત્તા સામે ઉભા રહીને કહ્યું હતું કે હું તમારી પાસે આઝાદી માંગીશ નહીં, છીનવી લઇશ.
૬. હું નેતાજીની ૧૨૫મી જયંતી પર કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી તેમને નમન કરું છું. હું આજે બાળક સુભાષને નેતાજી બનાવનાર, તેમના જીવનને તપ, ત્યાગ અને તિતિક્ષાથી ગઢનાર બંગાળની આ પુર્ણ્યભૂમિને નમન કરું છું. તેમની ઊર્જા, આદર્શ, તપસ્યા, ત્યાગ દેશના દરેક યુવા માટે ઘણી મોટી પ્રેરણા છે.
૭. પીએમ મોદીએ કહ્યું કે તેમના જેવા ફૌલાદી વાળા વ્યક્તિત્વ માટે અસંભવ કશું ન હતું. તેમણે વિદેશમાં જઈને દેશથી બહાર રહેનાર ભારતીયોને ચેતનાને જગાવી હતી. તેમણે આખા દેશમાંથી દરેક જાતિ, પંથ, દરેક ક્ષેત્રના લોકોને પોતાના સૈનિક બનાવ્યા. નેતાજીનો સંકલ્પ હતો કે ભારતની જમીન પર આઝાદ ભારતની આઝાદ સરકારનો પાયો રાખશે.
૮. નેતાજીએ આ વાયદો પણ પૂરો કરીને બતાવ્યો. તેમણે અંડમાનમાં પોતાના સૈનિકો સાથે આવીને તિરંગો ફરકાવ્યો હતો. ૨૦૧૮માં જ દેશે આઝાદ હિન્દ સરકારના ૭૫ વર્ષને તેટલા જ ધુમધામથી મનાવ્યો હતો. નેતાજીએ દિલ્હી દૂર નહીંનો નારો આપીને લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાનું સપનું જોયું હતું, દેશે તે સપનું પુરું કર્યું છે.
૯. પીએમ મોદીએ કહ્યું કે મને સંતોષ છે કે આજે દેશ પીડિત, શોષિત, વંચિતને, પોતાના કિસાનને, દેશની મહિલાઓને સશક્ત કરવા માટે દિવસ-રાત એક કરી રહ્યો છે. નેતાજીએ કહ્યું હતું કે આઝાદ ભારતના સપનામાં વિશ્વાસ મત ગુમાવીએ. દુનિયામાં એવી કોઈ તાકાત નથી જે ભારતને બાંધીને રાખી શકે. દુનિયાની કોઈ તાકાત ૧૩૦ કરોડ દેશવાસીઓના ભારતને આત્મનિર્ભર બનાવાથી રોકી શકે નહીં.
૧૦.આસામમાં રાજ્યના વિકાસ કાર્યોના બળે સત્તામાં આવવાની આશા સાથે જ ભાજપ તૃણમૂલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાંથી પણ સત્તાથી દૂર કરવા માંગે છે આ માટે તેણે ફરીવાર વડાપ્રધાન મોદીના પ્રચારનો સહારો લેવો પડ્યો છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ પણ બંગાળની મુલાકાતે આવી ચૂક્યા છે. ઉલ્લેનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના અનેક મંત્રીઓ અને નેતાઓ પાર્ટી છોડી ભાજપમાં જતા રહ્યા છે.
Recent Comments