બોડેલી, તા.ર૮
બોડેલીના અલીપુરાના ગજાનંદ પાર્કમાં ઘોડા દિવસ તસ્કરો ઘરમાં ઘૂસી ૧ર લાખ રોકડા અને ર૦ તોલા સોનાની મતાનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.
બોડેલી માર્કેટ રોડ પર કરિયાણાનો ધંધો કરતાં અને ગજાનંદ પાર્ક, ગંગાનગર સોસાયટીમાં રહેતા રાજેશકુમાર પ્રતાપચંદ મહેશ્વરીનાઓ મકાન રીનોવેશન કામ ચાલુ હોવાથી ઘરના સભ્યો ભાડાના મકાનમાં રહેવા ગયા હતા પરંતુ રિનોવેશન કામ ચાલુ હોવાથી ઘરના સભ્યો ભાડાના મકાનમાં રહેવા ગયા હતા પરંતુ રિનોવેશનવાળા મકાને એક ઓરડો સૂવા આરામ કરવા રાખ્યો હતો અને તેમાં તિજોરી મૂકેલ હતી. બે દિવસ શનિ-રવિ બેન્કો બંધ હોવાથી દુકાનની ૧ર લાખ રૂપિયા જેટલી સીલ્ક અને સોના ઘરેણા રિનોવેશન મકાનના ઓરડાની તિજોરીમાં મૂક્યા હતા અને ઓરડાને તાળું મારેલ હતું. બપોરના સુમારે રાજેશભાઈના મકાનની પાછળના ભાગની લોખંડની બારી તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને તિજોરી મૂકેલ ઓરડાનું તાળું તોડી ૧ર લાખ રૂપિયા રોકડા અને સોનાનું મંગલસૂત્ર વીટીઓ મળી અંદાજે ર૦ તોલા સોનું ઉઠાવી ગયા હતા. જ્યારે ચાંદી છોડી ભાગી ગયા હતા. બોડેલી પોલીસ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.