(એજન્સી) નવી દિલ્હી, તા.૭
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે વર્ષનો સૌથી વધુ વધારો થતાં સતત ૧રમા દિવસે ઈંધણોના ભાવમાં વધારો થયો હતો જ્યારે આમ આદમી માટે કોઈ રાહતના સંકેત નથી. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ક્રૂડત તેલના ભાવ વધારા પાછળ સતત ભાવમાં વૃદ્ધિ થઇ છે. પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચતા સરકારની તરફથી રાહતના કોઇ સંકેત મળી રહ્યાં નથી. નાણાં મંત્રી અરૂણ જેટલીએ પેટ્રોલ ડિઝલના ભાવમાં રાહત આપવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની ના પાડી દીધી છે.
દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ ૪૮ પૈસા અને ડીઝલ ૫૨ પૈસા મોંઘું તયું છે. આમ હવે ડીઝલનો ભાવ ૭૨ને પાર અને પેટ્રોલ ૭૯.૯૯/પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. દિલ્હીમાં ગઇકાલે પેટ્રોલ પ્રતિ લિટર રૂ.૭૯.૫૧ અને ડીઝલ પ્રતિ લિટર રૂ.૭૧.૨૨ પર હતું.
નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડકો થતા મોંઘવારી માઝા મૂકશે તે નક્કી છે. રોજીંદા જીવન જરૂરી પ્રોડક્ટસના ભાવમાં સતત વધારો થઇ શકે છે. કંપનીઓએ મોંઘવારીના દબાણના લીધે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં વધારો અને કેટલીક કોમોડિટીઝના ભાવમાં પણ વધારો કર્યો છે.
આર્થિક રાજધાની મુંબઇની વાત કરીએ તો મુંબઇગરાઓ પણ ક્રૂડતેલના ભાવમાં વધતો માર પડ્યો છે. મુંબઇમાં પેટ્રોલના ભાવમાં પણ ૪૮ પૈસા અને ડીઝલના ભટાવમાં ૫૫ પૈસાનો વધારો થયો છે. મુંબઇમાં પેટ્રોલના ભાવ ૮૭.૯૯ રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલના ભાવ ૭૬.૫૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. મુંબઇમાં ગઇકાલના ભાવની વાત કરીએ તો પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૮૬.૯૧ અને ડીઝલનું ૭૫.૯૬ રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોની વિરૂદ્ધ કૉંગ્રેસ ૧૦ સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું આયોજન કર્યું છે. કૉંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પેટ્રોલ,ડીઝલ સિવાય ન્ઁય્ ગેસના ભાવ બમણા થઇ ચૂકયા છે. દૂધથી લઇને પ્લેટફોર્મ ટિકિટ સુધીના ભાવ કેટલાંય ઘણા વધી ચૂકયા છે. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ સાથે વાત થઇ છે. તે પણ ભારત બંધમાં સહયોગ અને સમર્થન કરવા તૈયાર છે. સુરજેવાલાએ કહ્યું કે ૧૦મી સપ્ટેમ્બરના રોજ સવારે ૯ થી સાંજે ૩ સુધી ભારત બંધ રહેશે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વર્ષનો સૌથી વધુ વધારો, સતત ૧રમાં દિવસે રેકોર્ડ

Recent Comments