(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
અઠવા લાઇન્સની આદર્શ સોસાયટીમાં રહેતા અને કન્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા વેપારીને તેના રૂંઢ ગામે શરૂ કરાયેલ પ્રોજેક્ટ માટે રૂપિયા ૫૦ કરોડની ફાયનાન્સની જરૂરિયાત ઉભી થઇ હોવાની રાજકોટના છ ઇસમોને જાણ થતાં વેપારી પાસેથી રૂપિયા પડાવવાના ઇરાદે સીકિયુરિટી પેટે પ્રોજેક્ટના ૨૪ ફ્લેટ જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૨૦ કરોડ જેટલી થાય છે.તે મિલકતનું ખોટું રજિસ્ટર સાટાખાત કરાવી લીધા બાદ ફાયનાન્સને રૂપિયાનું ઘિરાણ નહીં કરીને રજીસ્ટર કરાવી લીધેલા ૨૪ ફ્લેટના અસલ સાટાખાત કરાર લઇ નાંસી છૂટ્યા હતાં.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અઠવાલાઇન્સ વિસ્તારની આદર્શ સોસાયટીમાં રહેતા તથા કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા પિયુષ લવજીભાઇ પટેલે ડીસીબી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,રૂંઢ ગામના કોકોનેટ ઓક્સીજન હોમ નામે પોતે પ્રેજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે તેને રૂપિયા ૫૦ કરોડ ફાયનાન્સની લેવાની જરૂરિયાત ઉભી થઇ હોવાથી રાજકોટ ખાતે રહેતા વિમલ પટેલ, રામાણી, નિતેશ, બાબુભાઇ વઘાસિયા, નિલેશ કાનજીભાઇ લોખીલ, પુષ્પરાજ દેવયતભાઇ લોખીત, વિપુલ પ્રભાતભાઇ ખીમણીયા તથા દિપક જયંતભાઇ રાજગુરુ સહિતને જાણ થતાં ફરિયાદી પિયુષ પાસેથી રૂપિયા પડાવવા કાવતરૂ કરવામાં આવ્યું હતું. દલાલો મારફતે તેનો સંપર્ક કરી તેને રાજકોટમાં મોટાપાયે ફાયનાન્સનો ધંધો કરતા હોવાનું જણાવી વેપારીને વિશ્વાસ અને ભરોસો આપી તેના પ્રોજેક્ટમાં ૫૦ કરોડ રૂપિયા ફાયનાન્સની સામે સીક્યુરિટીનું લખાણ કરી આપશે એટલે એક કલાકમાં ૫૦ કરોડ મળી જશે તેમ જણાવી રૂપિયા ૫૦ કરોડ રૂપિયાની સીક્યુરીતી પેે રૂઢ ગામો તાલતો કોકોનેટ ઓક્સિજન હોમ પ્રોજેક્ટના ૨૪ ફ્લેટ જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૨૦ કરોડ રૂપિયા જેટલી થાય છે. તે મિલકતનું ખોટું રજિસ્ટાર સાટાખાત કરાવી લઇ બાદ ફાયનાન્સના રૂપિયાનું ધિરાણ નહીં કરી રજીસ્ટાર કરાવી લીધેલા ૨૪ ફ્લેટના અસલ સાટાખાત લઇ નાંસી છુટ્યો હતો.