(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
શહેરના સલાબતપુરા ગોપાલ ચેમ્બર્સમાં આવેલ પી.જી. સિલ્ક મિલ્સના ડાયરેક્ટર તથા કાપડ દલાલ સહિતનાએ ગ્રે કાપડનો જથ્થો ખરીદી રૂા.૧૨.૮૬ લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરોલી પુરૂષોત્તમ નગર સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષશભાઈ રીતેશકુમાર અમીને આરોપી પરમજીતસિંગ ઈન્દ્રજીતસિંગ ગુલાટી (પી.જી. સિલ્ક મિલ્સના ડાયરેક્ટર) સુનિલ કેશવદાસ કુકરેજા (કાપડ દલાલ) તથા અન્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીના કારખાનામાંથી રૂપિયા ૧૨,૨૧,૦૨૧ની કિંમતનો ગ્રે કાપડનો જથ્થે ખરીદી કરી રૂપિયા ૩૫ હજાર ચૂકવ્યા હતા. ત્યારબાદ બાકીના રૂા.૧૨,૮૬,૦૨૧૭ પેમેન્ટ નહીં કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.