(એજન્સી) નિપિડો, તા.૬
પૂરગ્રસ્ત દક્ષિણપૂર્વી મ્યાનમારમાં ફરી વરસાદ થવાના કારણે બંધો તૂટવાનું જોખમ ઊભું થયું છે. અહીં પૂરના કારણે ૧,પ૦,૦૦૦ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થયા છે તેમજ એક ડઝનથી વધુ લોકોના મોત થયા છે. જેઓ પોતાનું ઘર છોડી શકે તેવી સ્થિતિમાં નથી તેમને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. બાગોક્ષેત્રના મર્દોક શહેરમાં પાણી બંધની ઊંચાઈથી કેટલાક ઈંચનીએ છે પરંતુ જો વરસાદ ચાલુ રહેશે તો પૂરની પરિસ્થિતિ વધુ ભયંકર બની જશે. સરકારી અહેવાલ મુજબ ૧,૪૮,૩૮૯ લોકો હાલ ૩ર૭ શિબિરોમાં છે. નોંધનીય છે કે, દક્ષિણ પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. પરંતુ દેશમાં તાજેતરમાં જ ચોમાસું શરૂ થયું હોવાથી આવનારા અઠવાડિયામાં વધુ વરસાદ પડી શકે છે. સમૂએ બાગો, કેરન, મોન અને તાનિનથારી પ્રાંતમાં લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા આદેશ અપાયો છે. આ વિસ્તારોમાં બંધો અને જળાશયોની સપાટી સામાન્ય કરતાં ઘણી જ ઊંચી છે.