(સંવાદદાતા દ્વારા) ઉના, તા.ર
ઉનાના આનંદ બજાર ગની માર્કેમાં આવેલ પી.શૈલેષ નામની આંગડિયા પેઢીનો કર્મચારી વિષ્ણું બાલુભાઈ પટેલ થેલામાં કૌશીકકુમાર એન્ડ કાું કંપનીના રૂા.દસ લાખ રોકડા તેમજ રૂા.ત્રણ લાખના હીરા લઈ ડિલેવરી આપવા નીકળતા જાફરાબાદ તાલુકાના ટીંબી અને ઉના તાલુકાના ગાંગડા ગામની વચ્ચે આવેલ એક હોટલ નજીક વિષ્ણું બાલુભાઈ પટેલ પોતાની બાઈક લઈ પહોંચતાં ત્રણ શખ્સો તેની પાછળ મોટરસાઈકલ લઈ આવેલા અને ધક્કો મારી થેલો લઈ રોકડ રકમ તેમજ હીરાની લૂંટ ચલાવી નાસી છૂટયાં હતાં. આ ઘટનાની જાણ થતાં ઉના પી.આઈ. ખાંભલા સહિતનો પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને લૂંટારૂઓને ઝડપી પાડવા તમામ પોલીસ મથકોને જાણ કરતા પેટ્રોલિંગ હાથ ધરાયેલ પણ લૂંટારૂઓ ૧૩ લાખના હીરા રોકડ રકમની બેગ સાથે હવામાં ઓગળી ગયા હતા. આ લૂંટની ઘટના બનતાં લૂંટનો ભોગ બનેલ પી.શૈલેષ નામની આંગડિયા પેઢીનો કર્મચારી વિષ્ણુંભાઈ પટેલ મળી આવતાં તેને પોલીસ સ્ટેશન લાવી તેની પૂછપરછ કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરેલ છે.