(એજન્સી) જમ્મુ, તા.૧૧
બાંદીપુરાની સંબાલ નગરપાલિકામાં ૧૩૦ વર્ષની વયના વૃદ્ધે મતદાન કર્યું હતું. પરંતુ તે જાણતા નથી કે તેમણે વોટ કેમ આપ્યો. મતદાન ૩પ.૬૪ ટકા રહ્યું હતું. બુધવારે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ૧૩૦ વર્ષની ઉંમરના ગુલામ હસન મીર બે પરિવારજનોની મદદથી મતદાન મથકે ચાલતા ગયા હતા અને વોટ નાખ્યો હતો. તેઓએ કહ્યું કે, મત શા માટે આપ્યો તે તેમને ખબર નથી. તેઓ કાને ભાગ્યે જ સાંભળે છે. તેમણે કહ્યું કે, તેઓ ઘણી ચૂંટણીઓમાં મતદાન કરે છે. તેમને પૂછવામાં આવ્યું કે તેમનો રાજકીય અનુભવ શું કહે છે ! તેમણે કહ્યું કે, તે પતનના આરે છે. અલ્લાહ દરેક પ્રશ્નોને ઉકેલશે.