જૂનાગઢ,તા.ર૯
જૂનાગઢમાં શંકાસ્પદ ફોન સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધેલ છે. આ બનાવની મળતી વિગત અનુસાર તા.ર૭/૧૦/૧૮નાં રોજ જૂનાગઢ શહેર વિસ્તારમાં પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સૂચના મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળા એસઓજી સ્ટાફ સાથે એસઓજી લગત કામગીરી તથા ગુનાઓ અટકાવવા કામગીરી સબબ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મધુરમ બાયપાસ પાસે આવતાં ત્યાં એક ઈસમ લાલ કલરની થેલી સાથે ઉભેલ હોય જે પોલીસને જોઈ નાશી જવાની પેરવી કરતા તુરંત જ એસઓજી સ્ટાફે તેને રોકી મજકુર ઈસમને ચેક કરતા મજકુરના હાથમાની થેલીમાં ચેક કરતા અલગ-અલગ કંપનીના કુલ ૧૪ મોબાઈલ મળી આવેલ મજકુર ઈસમનું નામઠામ પુછતાં તેનું નામ વિક્રમ ઉર્ફે ઈટલી મનુભાઈ મક્કા મૈયા દરબાર મેસવાણવાળો હોવાનું જણાવેલ તેની પાસેની થેલીમાંથી કુલ ૧૪ અલગ-અલગ કંપનીનાં મોબાઈલ મળી આવેલ મોબાઈલનાં બીલો કે આધાર પુરાવાઓ માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી ઉપરોક્ત મોબાઈલ નંગ-૧૪ કુલ રૂા.૬પપ૦૦ ગણી શક પડતી મિલકત તરીકે કબ્જે લઈ આગળની ધોરણસર કાર્યવાહી થવા માટે ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢને સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસઓજીનાં પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.વી.કુવાડિયા, પી.એમ.ભારાઈ, વી.કે.ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ, લખમણભાઈ, રાજુભાઈ વ્યાસ, રાજુભાઈ ઉપાધ્યાય, અનિરૂદ્ધસિંહ, ભરતસિંહ વગેરે સ્ટાફ જોડાયેલ હતા.