International

અફઘાન શહેર પર કબજો કરવાના ઈરાદે તાલિબાને રાત્રિ દરમિયાન કર્યા છૂપા હુમલા, ૧૪ પોલીસકર્મીઓનાં મોત

(એજન્સી) કાબુલ, તા.૧૦
તાલિબાન આતંકીઓએ ગુરૂવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનના દક્ષિણ પશ્ચિમી શહેર ગજની પર કબજાના ઈરાદાથી સંપૂર્ણ તૈયારી સાથે હુમલો કર્યો હતો. તેમણે ગોળીબાર કરતાં ઘણી પોલીસ ચોકીઓ, ઘરો અને બજારોમાં આગ લગાડી દીધી. આ હુમલામાં ૧૪ પોલીસકર્મીઓના મોત નિપજ્યા છે અને ઘણા ઘાયલ થઈ ગયા છે. સુરક્ષા દળોએ વળતો પ્રહાર કરતાં ડઝનેક આતંકીઓના પણ મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાંતિય પોલીસ પ્રમુખ ફરીદ અહમદ અનુસાર, ગજનીમાં સ્થાનિક સમયાનુસાર રાત્રે લગભગ બે વાગે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાને નિષ્ફળ કર્યા બાદ પોલીસે બચી ગયેલા આતંકીઓની ધરપકડ કરવા માટે ઘરે-ઘરે તપાસ હાથ ધરી છે. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કે, રાજધાની કાબૂલમાંથી ૧ર૦ કિ.મી. દૂર આવેલા આ શહેરના આંતરિક વિસ્તારોમાં આતંકીઓ કેવી રીતે પહોંચી ગયા ? પોલીસ પ્રમુખે જણાવ્યું છે કે, ગજનીના એક પુલ નીચેથી ૩૯ આતંકીઓના મૃતદેહો મળી આવ્યા છે. રસ્તાઓ પર અન્ય ઘણા આતંકીઓના મૃતદેહ પડયા છે. ગજનીના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે સવારે કહ્યું છે કે તાલિબાને રહેણાંક અને કારોબારી વિસ્તારોમાં મિસાઈલો દ્વારા હુમલાઓ કર્યા. ગત આઠ કલાકોથી સતત ગોળીબારના અવાજો સાંભળવા મળી રહ્યા છે. તાલિબાન પ્રવકતા જબીહુલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે, ગજની હુમલામાં ડઝનેક અફઘાન સૈનિક અને પોલીસકર્મીઓ માર્યા ગયા છે. તાલિબાન આતંકીઓને હાંકી કાઢવામાં અમેરિકી લડાકુ હેલિકોપ્ટરોએ પણ અફઘાન દળોની મદદ કરી છે. તેમ અફઘાનિસ્તાનમાં અમેરિકી દળોના પ્રવકતા લે.કર્નલ માર્ટિન ઓડોનેલે જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ૪,૧૧,૧૨ વર્ષના બાળકો : પોલીસ માટે પેલેટ્‌સગોળી છોડવા જેટલા મોટા થઇ ગયા છે

    પેલેટ્‌સ ગોળીનો ભોગ બનેલી ચાર વર્ષન…
    Read more
    International

    બેવડાં ધોરણ : અમેરિકા ઈરાન વિરૂદ્ધના ઈઝરાયેલી વળતા હુમલામાં મદદ નહીં કરે, પરંતુ તેને અધધધ નાણાં ભંડોળ આપશે

    (એજન્સી) તા.૧૫યુએસ અધિકારીઓના જણાવ્યા…
    Read more
    International

    ‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

    (એજન્સી) તા.૧પઈઝરાયેલ અને ઈરાન વચ્ચે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.