(એજન્સી) ઢાકા, તા.૧૧
રોહિંગ્યા શરણાર્થીઓ ભરેલી એક નાવ બંગાળના અખાતમાં ડૂબી જતાં ૧૪ લોકોના મોત થયા હતા જ્યારે ડઝન જેટલા લાપતા થયા હતા. તેમાં મલેશિયાના કોસ્ટગાર્ડના પ્રવકતા હમીદુલ ઈસ્લામે જણાવ્યું હતું. લગભગ ૧૩૦ રોહિંગ્યા શરણાર્થી એક નાવમાં સવાર થઈ દક્ષિણ બાંગ્લાદેશના દરિયા કિનારેથી મલેશિયા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમને મલેશિયાના કોસ્ટગાર્ડ દ્વારા બચાવી લેવાયા હતા પરંતુ બોટમાં સવાર ૧૩૦માંથી ૧૪ રોહિંગ્યાનાં ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે ડઝન જેટલા લાપતા હતા. બાકીનાને બચાવી લેવાયા હતા. કોસ્ટગાર્ડ કહ્યું કે, કોકસબજાર શરણાર્થી કેમ્પમાં રહેતા રોહિંગ્યાએ નાવ દ્વારા મલેશિયા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે એક નાવ દરિયામાં ડૂબી ગઈ હતી. હજુ બીજી બોટ અંગે કોઈ માહિતી નથી. જેને શોધવા બચાવ ઓપરેશન ચાલી રહ્યું છે. ૧૪ મૃતદેહો મળી આવ્યા છે. ૭૦ લોકોને બચાવી લેવાયા છે. બાકીના લાપતા છે. રોહિંગ્યા શરણાર્થીઓને તસ્કરો દ્વારા નામ દ્વારા મલેશિયા લઈ જવાતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. લગભગ ૭ લાખ રોહિંગ્યા મ્યાનમારથી બાંગ્લાદેશમાં આવી શરણ લઈ રહ્યા છે.