(એજન્સી) અબુધાબી, તા.૪
કેરળના વતની અને અબુધાબીમાં સેલ્સમેન તરીકે કામ કરતા મોહમ્મદ કુનહી માયાલા અબુધાબીમાં સુપર સેવન સિરીઝ લોટરીના ડ્રોમાં વિજેતા થયા હતા. તેમને ૭ મિલિયન દિરહામનો જેકપોટ લાગ્યો હતો. તેમને ડ્રોમાં વિજેતા જાહેર કરાયા હતા. કેરળના ઘણા બધા નસીબદારોમાં હવે માયાલાનું નામ જોડાયું છે. તેમણે કહ્યું કે, રેફલ ઓર્ગેનાઈઝર દ્વારા તેમને ડ્રોમા વિજેતાનો કોલ મળતાં જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ હું માની શકતો નથી. મને એવું લાગ્યું કે, નકલી કોલ છે પરંતુ તે મારો ભાગ્યશાળી દિવસ હતો. તેણે કહ્યું કે, આ નાણાંમાંથી તે તેના મિત્રની કીડનીની સારવાર માટે મદદ કરશે. તેમજ ઘરના સમારકામ તેમજ કેરળમાં ધંધો સ્થાપવા નાણાં રોકશે. સપ્ટેમ્બરમાં પણ એક ભારતીય વિજેતા થયો હતો. જેને ૧ર મિલિયન દિરહામનો જેકપોટ લાગ્યો હતો. માયાલા ઉપરાંત બીજા ૭ લોકાનેે ૧ લાખ દિરહામ ઈનામ લાગ્યું હતું. જેમાં ૪ ભારતીય, બે પાકિસ્તાની, એક કેન્યાનો હતો. રેફલ ડ્રો દર માસે થાય છે. મોટાભાગના ડ્રોમાં ભારતીયો ભાગ્યશાળી બને છે.