અંકલેશ્વર, તા.રપ
અમદાવાદની સીઆઈડી ક્રાઈમની ટીમને મળેલી બાતમીના આધારે આજરોજ ૧ર ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડતા સનસનાટી મચી જવા પામી હતી. આ રેકેટમાં સંડોવાયેલા ૧પ જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ હતી વિપુલ અને રમઝાન નામના આરોપીઓ આ કેમિકલ ચોરીના નેટવર્કને ચલાવી રહ્યા હતા. જો કે, દરોડા દરમ્યાન આ બંને આરોપીઓ પોલીસથી બચીને ભાગી છૂટવામાં સફળ થયા છે પરંતુ પોલીસે ૧પ જેટલા અન્ય લોકોને ઝડપી પાડવા સફળતા મળી છે. જેમાં (૧) વિનોદ સીતારામ શર્મા, (ર) કોરવ શંકર કિરમાલી, (૩) વિજયકુમાર બાબુલાલ મંડલ, (૪) કેદાર જયરામ મંડલ, (પ) માંગીલાલ ચંપાલાલ માલી, (૬) મોહન તારની મંડલ, (૭) અમરીશ કુમાર બિરન મંડલ, (૮) નૌશાદ અલી મતીઉલ્લા ખાન, (૯) શરવર એહમદ શફીક અહેમદ ખાન, (૧૦) રવીન્દ્ર માતાફેર યાદવ, (૧૧) રાજેશ રામ બચ ચૌહાન, (૧ર) મોહનલાલ બનવાસી, (૧૩) ચંદનકુમાર રામજી ઠાકુર, (૧૪) ઉતેરે રામાનુજ પોડે, (૧પ) શમરથાસિંહ જવાહરસિંહ ચૌહાનની ધરપકડ કરાઈ હતી. મોટી નરોલી ડેરો કોનની પાછળ જીઆઈડીસી ગંગાસિલ્ક મિલની પાસે ખુલ્લી જગ્યામાંથી કેમિકલ ભરેલ ટેન્કરો તથા ખાલી બેરલને ટેન્કર સ્થળ પરતથી જપ્ત કર્યા છે. જેમાં ઈન્ડિયન ઓઈલનું એવિએશન ટર્બાઈન ફ્યુઅલનું ટેન્કર પણ મળી આવ્યું છે સાથે-સાથે મોનો ઈથાઈલ ગ્લાયકોલ, કોસ્ટિક સોડા, નાઈટ્રો બેન્જીન અને સોલ્વન્ટ નામના કેમિકલના ટેન્કરો પણ મળી આવ્યા છે અને આ કેમિકલ ટેન્કરમાંથી ચોરી કરી કાઢવા માટેના રર૦ લિટરના ૧૦૦૦થી વધુ ખાલી અને ભરેલા ડ્રમો પણ મળી આવ્યા છે સાથે-સાથે આ હેઝાર્ડયસ કેમિકલ કાઢવા માટે હેન્ડ ગ્લોવ્સ, માસ્ક તેમજ નકલી સીલ, મોટર પંપ, વેલ્ડિંગ મશીન પાઈપો વગેરે મળી કુલ રૂા. ર.૭પ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે કોસંબા પોલીસ મથકે ઈપીકો કલમ ૪૦૭, ૧ર૦બી, ૪૧૩ મુજબ સીઆઈડી ક્રાઈમના ડિટેક્ટીવ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.કે. સ્વામી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.