(એજન્સી) અબુજા, તા.૫
નાઈજીરિયામાં પોલીસ પ્રવક્તા મો.શેહુએ જણાવ્યું કે બંદૂકધારીઓએ જાકુના ગામમાં ૧પ લોકોની હત્યા કરી છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. નાઈજીરિયાના જામફરાના એક ગામમાં અજ્ઞાત બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં ૧પ લોકોનાં મોત નીપજ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પ્રવક્તા મો.શુહુએ ગાન્સૂમાં મીડિયાને જણાવ્યું કે, બંદૂકધારીઓએ જાકુના ગામમાં લોકોની હત્યા કરી છે. અધિકારીએ શનીવારે જણાવ્યું કે શુક્રવારે પરોઢિયે જ બંદૂકધારીઓએ જાકુનામાં ગોળીબાર કર્યો અને ગ્રામીણોની ગાયો ચોરીને લઈ ગયા.