(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્‌ટીને લઈને લાપરવાહી દાખવતાં દુકાનદારો અને કોમર્શિયલ કોમ્પલેક્સ સહિતની ઈમારતો સામે ફાયરબ્રિગેડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે નોટિસો આપવા છતાં ફાયર સેફ્ટીના સાધનો ન વસાવનારની દુકાનો અને કારખાના સીલ કરવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સિટીલાઈટ વિસ્તારમાં ૧૫૦ દુકાનો અને ઉમરવાડામાં લુમ્સનું કારખાનું સીલ કરવામાં આવ્યું હતું.
સરથાણા તક્ષશીલા અગિન્કાંડને સાત મહિનાથી વધુ સમય વિતી ગયા પછી પણ શહેરમાં ફાયર સેફ્ટી માટે ધાંધિયા હજુ પણ યથાવત છે. અનેકવાર નોટિસો પાઠવ્યા છતાં કોમર્સીયલ મિલ્કતોમાં ફાયર સેફટીનો અભાવ જાવા મળી રહ્ના છે. જેને પગલે ફાયર વિભાગ ારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફરી એકવાર સીટીલાઈટ વિસ્તારમાં આવેલા ઓમકાર ચેમ્બર્સ અને સીટીલાઈટ શોપિંગ સેન્ટરમાં ફાયર બ્રિગેડ દ્વારા મંગળવારે સવારે સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૫૦ દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. ફાયર સેફ્ટીના મુદ્દે કડક કાર્યવાહી કરતાં ફાયર બ્રિગેડ દ્વારા ઉમરવાડામાં આવેલું લુમ્સનું કારખાનું પણ સીલ કરી દેવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.