સુરત,તા.૧૮
પંજાબ નેશનલ બેંક સાથે કરવામાં આવેલા ફ્રોડ કેસના આરોપી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સી હાલ તો ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી રેડ કોર્નર નોટીસ પણ ફટકારવામાં આવી છે, જોકે બીજી તરફ મેહુલ ચોક્સીના જમાઈ અને વર્ષોથી હોંગકોંગમાં પોલિશ્ડ ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીની કંપની ‘મિસ્ટર ટોની‘ રુ.૧૫૦૦ કરોડમાં કાચી પડતા સુરત ઉપરાંત મુંબઈના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચ્યો છે.
મેહુલ ચોક્સીના જમાઈ અને ‘મિસ્ટર ટોની’ કંપનીના સંચાલક છેલ્લા ત્રણ દિવસથી ગાયબ થઈ જતા લેણદારો દોડતા થઈ ગયા છે. મિસ્ટર ટોની કંપની દ્વારા હોંગકોંગના કાયદા મુજબ નાદારી નોંધવામાં માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
મિસ્ટર ટોની નામની કંપની કાચી પડતા ૫૦૦ કરોડથી વધુની રકમ ભારતીય એક્સપોર્ટરોની ફસાઈ હોવાનું બહાર આવ્યું છે.