(સંવાદદાતા દ્વારા)
વઢવાણ, તા.૩૧
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામના પાટિયા નજીક આવેલા દેવપર ગામના પાટિયા પાસે જામજોધપુર ગામેથી શાળાની બસ વિદ્યાર્થીઓને લઈને નર્મદા ખાતે જતી હતી. ત્યારે અકસ્માત સર્જાતા ૧૫ વિદ્યાર્થીઓને ઇજા થઈ હતી. વિદ્યાર્થીઓની બસને ડમ્પર સાથે અકસ્માત સર્જાતા ડમ્પર પલટી મારી ગયું હતું જ્યારે ખાનગી બસમાં રહેલા વિદ્યાર્થીઓ માં પંદર જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે ૧૦૮ ના માધ્યમ થકી લીંબડી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળ ઉપર પાણશીણા ગામ ની પોલીસ પહોંચી અને રોડ રસ્તા વચ્ચે સર્જાયેલ ટ્રાફિકમાં બંને વાહનોને સાઈડમાં ખસેડી અને સર્જાયેલો ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે. આ ખાનગી ટ્રાવેલ્સની બસ ને સામેથી આવતા ડમ્પરના ચાલકે ડમ્પર ઉપરનો કાબૂ ગુમાવતાં ધડાકાભેર બસ સાથે અથડાયું હતું અથડાયા બાદ રોડ રસ્તા ઉપર જ ડમ્પર પલટી મારી ગયું હતું જયારે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં કેટલા વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચેલ છે જ્યારે હાલમાં આ પંદર જેટલા વિદ્યાર્થીઓ સારવાર માટે લીંબડી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે પાણશીણા ગામ ની પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવા અને અકસ્માત અંગેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.