(એજન્સી) લખનૌ, તા.૧૦
યુુપી સરકારે પ્રદેશના તમામ મદ્રેસાઓમાં સ્વતંત્રતા દિવસે કાર્યક્રમ આયોજિત કરાવવા ગાઈડલાઈન જારી કરી છે. મદ્રેસા સંચાલકો સ્વતંત્રતા દિવસ ધૂમધામથી મનાવે છે પરંતુ આ પ્રકારની ગાઈડલાઈન તેમને પ્રથમવાર મળી છે. મદ્રેસા સંચાલકો પોતાના મદ્રેસામાં થઈ રહેલ કાર્યક્રમની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા પણ કહ્યું છે. જ્યાં ગોરખપુરમાં સૌથી વધુ મદ્રેસા આવેલ છે ત્યાં તથા અન્ય મદ્રેસાઓમાં ચિઠ્ઠી મોકલવામાં આવી છે. આ ચિઠ્ઠીમાં સંજયકુમારે જિલ્લાધિકારી રાજીવ રૌતેલાનો હવાલો આપતા લખ્યું છે કે, ર૬ જુલાઈની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, સ્વતંત્રતા દિવસના અવસરે વિભિન્ન કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. મહાપુરૂષોના યોગદાન પર પ્રકાશિત બાળકો રાષ્ટ્રીય ગીત ગાવશે. જેમાં રાષ્ટ્રીય એકતા પર પ્રોગ્રામ કરવા અને મિઠાઈઓ વહેંચવામાં આવશે. આ આદેશ ૪ ઓગસ્ટના રોજ જારી કરવામાં આવ્યો હતો. આદેશમાં ટુસ્ટેબલ અને અન-ટુસ્ટેબલ બન્ને મદ્રેસાઓને સંબોધિત કરવામાં આવ્યા છે. ગોરખપુરમાં એક મદ્રેસાના સંચાલક અલહમ્દ હુસૈને કહ્યું કે આદેશની ચિઠ્ઠીમાં લખ્યું છે કે તમામ મદ્રેસા હર્ષોલ્લાસથી સ્વતંત્રતા દિવસ મનાવશે. સવારે ૮ વાગે ધ્વજારોહણ અને રાષ્ટ્રગાન ગાવવામાં આવશે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જ્યારે દારૂલ ઉલુમ દેવબંદ અને મુજાહિર ઉલુમ સહરાનપુરે પણ આ પ્રકારની કોઈ ચિઠ્ઠી જાળવાનો ઈન્કાર કર્યો છે. સહારનપુર, શામલી અને મુઝફ્ફરનગરમાં દેશમાં સૌથી વધુ મદ્રેસા ત્યાં આવેલ છે. મીરાપુરમાં એક મદ્રેસા ચલાવતા મૌલવી અરશદ કાસમીના જણાવ્યા અનુસાર મદ્રેસાઓમાં પહેલાંથી જ યોમ એ આઝાદી ધૂમધામથી મનાવવામાં આવે છે અમે આઝાદીમાં પોતાના યોગદાન પર પણ વાત કરીએ છીએ. જંગ એ આઝાદીમાં પ૦ હજારથી અધિક આલીમોના માથા કાપી અંગ્રેજોએ શામલીથી દિલ્હી સુધીના વૃક્ષો પર લટકાવ્યા હતા. આઝાદીની ખુશી અમારાથી વધુ કોને થશે. જમાઅતે ઉલેમાએ હિન્દના મુઝફ્ફરનગરના પ્રવકતા મૌલવી મુસા કાસમી જણાવે છે કે જમિયતે હંમેશાથી જ મદ્રેસાઓમાં આઝાદીનો દિવસ ધામધૂમથી બનાવે છે અને એ હિન્દી માધ્યમની શાળાઓથી પણ વધુ શાનદાર હોય છે. આવા પ્રકારની ચિઠ્ઠીઓનો અર્થ સમજાતું નથી. અમે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ પહેલાથી જ કરીએ છીએ પરંતુ આદેશની વાત પહેલીવાર સાંભળી રહ્યા છે. મદ્રેસાઓમાં નાચ-ગાન તો થતું નથી પરંતુ દેશભક્તિ પર આધારિત કાર્યક્રમો તો ઘણા થતા હોય છે.
૧પમી ઓગસ્ટની ઉજવણી માટે સરકારે મદ્રેસાઓ માટે માર્ગદર્શિકા જારી કરી

Recent Comments