અંકલેશ્વર, તા. ૩
અંકલેશ્વરમાં સત્તત ત્રીજા દેશી-વિદેશી દારૂના અડ્ડા પર પોલીસના દરોડા પાડ્યા હતા. અલગ અલગ ૧૭ દરોડામાં ૧૬ જેટલા બુટલેગરોને ઝડપી પડતી પાડ્યા હતા.
અંકલેશ્વર શહેર, જીઆઇડીસી, તેમજ તાલુકા પોલીસે સત્તત ત્રીજા દિવસે પણ પ્રોહિબિશન ડ્રાઈવ યથાવત રાખતા ત્રીજા દિવસે ૧૭ બુટલેગરો સામે કાર્ય વહી કરી હતી. જેમાં જીઆઇડીસી પોલીસે ૫ , શહેર પોલીસે ૯ અને રૂલર પોલીસે ૪ બુટલેગરો સામે તવાઈ બોલાવી હતી. પોલીસે કુલ અલગ અલગ દરોડામાં ૪૩ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૮૬૦ તેમજ ૧૨૧૦ લીટર વોશ કિંમત રૂપિયા ૨૪૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો સ્થળ પર વોશ નો નાશ કર્યો હતો. તેમજ એક નશેબાજને જેલ ભેગો કર્યો હતો આ ઉપરાંત ઈંગ્લીશ દારૂના ૩ દરોડામાં અંકલેશ્વર શહેર પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમ્યાન શહેરના તાડ ફળીયામાં રહેતો વિજય વસંત વસાવા ઈંગ્લીશદારૂ નો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેના ઘરે દરોડા પડતા ઘર માંથી ઈંગ્લીશદારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિજય વસાવાની અટકાયત કરી ૨૬ હજાર ૮૦૦ ની કિંમત ની ઈંગ્લીશદારૂ ની ૬૭ નંગ બોટલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીજી તરફ ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે શહેર ની નવી નગરી માં રહેતી જયાબેન વસાવાને ત્યાં દરોડા પાડતા ઘર માંથી ૧૪ હજાર ૪૦૦ની કિંમતનો ઈંગ્લીશદારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો જો કે જયાબેન વસાવા ફરાર થઇ ગઈ હતી એલસીબી પોલીસે તેની વિરુધ્ધ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ આરંભી મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી હતી. ત્રીજા દરોડામાં જીઆઇડીસી પોલીસે કોસમડી ગામે રહેતા ગિરીશ દાઉદ વસાવાને ત્યાં થી ૭૫૦ એમ.એલ. ની ૧૩ બોટલ તેમજ ૧૮૦ એમ.એલ. ની ૪૦ બોટલ મળી કુલ ૫૩ બોટલ મળી કુલ ૯૨૦૦ રૂપિયાનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. ઈંગ્લીશ દારૂના કુલ ૩ દરોડામાં ૨૬૪ નાની મોટી બોટલ અને પાઉચ મળી કુલ ૫૦૪૦૦ રૂપિયાનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસ વિભાગના જણાવ્યું અનુસાર હજી પણ દરોડા ચાલુ છે.ત્યારે આગામી દિવસો વધુ બુટલેગરો જેલભેગા થવાની શક્યતાને નકારી શકાય નહિ. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩ દિવસમાં ૬૫ જેટલા બુટલેગરો સામે અંકલેશ્વર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.