(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
દેશમાં ૧૪મી જૂને ચાંદ દેખાયો નહીં હોવાથી કેરળ સિવાય સમગ્ર દેશમાં ઇદ-ઉલ-ફિત્ર ૧૬મી જૂને શનિવારે ઉજવવામાં આવશે. કેરળમાં ૧૫મી જૂને શુક્રવારે ઇદ મનાવવામાં આવશે. દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવી દિલ્હીમાં ચાંદ કમિટી સાથેની બેઠક બાદ ગુરૂવારે સાંજે જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ એહમદ બુખારીએ ઉપરોક્ત જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુરૂવારે ચાંદ દેખાયો નહીં હોવાથી દિલ્હી અને દેશના અન્ય ઘણા ભાગોમાં શનિવારે ઉદ મનાવવામાં આવશે.

સાઉદી અરેબિયામાં આજે ઇદ મનાવાશે

સાઉદી અરેબિયાની સુપ્રીમકોર્ટે એવી જાહેરાત કરી છે કે ગુરૂવારે નવો ચાંદ દેખાયા બાદ ૧૫મી જૂને શુક્રવારે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે.