(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેરની વરાછા અને કાપોદ્રા પોલીસે બે સ્થળે દરોડા પાડી જુગાર રમતા ૧૭ જુગારીની ધરપકડ કરી રૂપિયા ૨.૮૬ લાખની મતા કબજે કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા પોલીસે બાતમીના આધારે સાધના ચેમ્બર ગ્રાઉન્ડ ફલોર પાછળની રૂમમાં દરોડા પાડયા હતા. જુગાર રમતાં અરવિંદપુરા મનુપુરી ગોસ્વામી, મુકેશ ભીખ વાધેલા, કમલેશ સાંખટ, ભરત નારાયણ ખસીયા, બળવંત ભગુ ગોહિલ, હિમ્મત દિનેશ સાંકળ, વિઠ્ઠલ રબારી, ભરત બાંભણીયા, રમેશ રાજા દમણીયા, ભરત ભાલિયા, શિવ બાભણીયા, નિતેષ ડોડિયા, વિનોદ મોહન, વિજય ગોરધન, ભાવેશ બાબુ ભાવસિંગ સોલંકીની ધરપકડ કરી પાંચ મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, ત્રણ મોટર સાઈકલ મળી કુલ્લે રૂ. ૨,૭૬,૫૦૪નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે બીજા બનાવમાં કાપોદ્રા ખાતે આવેલ સ્નેહમુદ્રા સોસાયટીના ખાતા નં.૬ની સામે દાદર પાસે જુગાર રમતા બિપીન બિપીન રાઠવા, જયંતી ગોરધન, ઉમેશ પીસરામ, માંગીલાલ નીસાંત, કાનજી પુરોહિત, હરેશ બોરાણિયા, મોહન અસલાજીની ધરપકડ કરી રોકડા રૂ. ૧૦,૦૬૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે.