ઇથિયોપિયા,તા.૩૧
ઇથિયોપિયામાં એરફોર્સનું એક હેલિકોપ્ટર ગુરૂવારે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ સહિત ૧૮નાં મોત થયા છે. ઇથિયોપિયા ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઇથિયોપિયા એરફોર્સના હેલિકોપ્ટરે ગુરૂવારે સવારે ડીરે ડાવા શહેરથી ઉડાણ ભરી હતી. આ હેલિકોપ્ટર દેશના ડેબ્રે સ્થિત મુખ્ય એરફોર્સ બેઝ પર પહોંચવાનું હતું. હેલિકોપ્ટર મુખ્ય એરપોર્ટથી ૫૦ કિમી દૂર દુર્ઘટનાગ્રસ્ત થયું. હેલિકોપ્ટરમાં ૧૫ સૈન્ય ઓફિસર અને ત્રણ સામાન્ય નાગરિક હતા. આ દુર્ઘટનામાં તમામના મોત થયા છે.