(એજન્સી) ચેન્નાઈ, તા.૧૭
બાળકી પર બળાત્કાર કરનાર આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે વકીલોએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. કોઈપણ વકીલે આરોપી વતી વકીલાતનો ઈન્કાર કર્યો હતો. કોર્ટમાં ઉપસ્થિત અન્ય લોકોએ પણ આરોપીઓ પર આક્રોશ વ્યક્ત કરી હુમલો કર્યો હતો.
અત્રેની એક ઈમારતમાં ૧૧ વર્ષની બાળકી સાથે યૌનપીડન કરવાના આરોપસર પોલીસે ઈમારતના વોચમેન, લિફ્ટમેન અને વોટર સપ્લાયર સહિત ૧૮ લોકોની ધરપકડ કરી હતી.
આ તમામ આરોપીઓ છેલ્લા ૭ માસથી બાળકીનું યૌનશોષણ કરી રહ્યા હતા. હાલમાં પોલીસે આ કેસની તપાસ કરી રહી છે. પોલીસે ૧૮ આરોપીઓની ધરપકડ કરી છે.
બાળકી પર દુષ્કર્મ કરતા પહેલા તેને નશીલી દવાઓ કોલ્ડડ્રિંક્સમાં ભેળવી પીવડાવાતી હતી. જેથી બાળકી બેહોશ થઈ જતી હતી. બાળકીને બ્લેકમેલ કરાતી હતી. બાળકી સાથે એપાર્ટમેન્ટમાં વારંવાર યૌનઉત્પીડન થયું. જ્યાં બાળકી અને તેનો પરિવાર રહેતો હતો. ઘટના ત્યારે સામે આવી જ્યારે પીડિત બાળકીએ આ અંગે તેની મોટી બહેનને વાત કરી. પીડિત બાળકીને જુદી જુદી જગ્યાએ લઈ જઈ યૌનપીડન કરાતું હતું.