(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
૨૦૧૯ના વર્ષમાં તક્ષશીલા દુર્ઘટના બાદ નવા વર્ષ ૨૦૨૦માં પણ ફાયરબ્રિગેડ ારા ફાયર સેફ્ટીને લઈને કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં ફાયરસેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી ઘણા સમયથી ચાલુ હોવા છતાં સ્કૂલ,શોપિંગ મોલ અને સિનેમા હોલ સહિતની ઈમારતોમાં ફાયરસેફ્ટીના સાધનો ન મુકવામાં આવતાં સીલની કામગીરી કરવામાં આવી હતી. અમુક જગ્યાએ એકવાર સીલ મરાયા બાદ પણ ફાયર સેફ્ટીના સાધનો ન ઉભા કરતાં ફાયરબ્રિગેડે ફરી સીલ માર્યું હતું.આમ ફાયરબ્રિગેડ ારા વહેલી સવારે જ ફાયરસેફ્ટીવગરની૧૯૩ દુકાન,ત્રણ સ્કૂલ,શોપિંસ સેન્ટર,સિનેમા હોલ સહિત જગદંબા માર્કેટને સીલ મારતા વેપારીઓ સહિતના લોકો દોડતા થઇ ગયા છે.
ફાયરબ્રિગેડ ારા વહેલી સવારથી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આદરાયેલી કામગીરીમાં અડાજણ વિસ્તારમાં આવેલા નિશાલ શોપિંગ સેન્ટરની ૧૪૫ દુકાન અને ઓફિસોને ફરી સીલ મારી દેવામાં આવ્યાં હતાં. અગાઉ ગત ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. તેમ છતાં ફાયર સુવિધા ઉપલબ્ધ ન કરતા ફરી સીલ કરાઈ હતી.રિંગરોડ વિસ્તારમાં આવેલ જગદંબા માર્કેટ ૪૮ દુકાન સીલ કરાઈ હતી. સાથે જ ધી ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ તથા કિડ્સ એપલ નર્સરી સ્કૂલ ડીંડોલી સીલ કરાઈ હતી. કતારગામ વેડ વિસ્તારમાં આવેલા સિનેમા હોલને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું. ભટાર વિસ્તારમાં આવેલી એસએનએસઇન્ટરીયો બિઝનેસ કોમ્પલેક્ષ સીલની સાથે વરાછામાં મેવાડ સ્કૂલ સીલ કરીને ફાયરબ્રિગેડે સીલીંગની મોટી કામગીરી કરી હતી. જેમાં અલગ અલગ ફાયરબ્રિગેડના કર્મચારીઓની ટીમ જોડાઈ હતી.
સુરતમાં ફાયર સેફટીના અભાવે ૧૯૩ દુકાન, ૩ સ્કૂલ સહિત સીલ કરાયા

Recent Comments