(એજન્સી)અમદાવાદ, તા.૩૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ ૧૯૮૦થી વર્ષ ર૦૧ર સુધીમાં મુસ્લિમ પ્રતિનિત્વમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી રસપ્રદ વાત એ રહી હતી કે વર્ષ ૧૯૮૦માં રાજ્યની ચૂંટણીમાં ૧ર જેટલા મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા હતા. જે આંકડો વર્ષ ર૦૧રમાં ઘટીને માત્ર બે થઈ ગયો હતો. આ આંકડા જોતા રાજ્યમાં થયેલા કોમી ધ્રુવીકરણનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. આગામી તારીખ નવ અને ૧૪ના રોજ ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે ત્યારે એક અહેવાલમાં આંખ ઉઘાડનારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં મુસ્લિમ મતદારોની સંખ્યા દસ ટકાથી પણ ઘણી વધુ છે ત્યારે ૧૮ર બેઠકોની વિધાનસભામાં માત્ર બે જ મુસ્લિમ ધારાસભ્યો છે. જે પ્રમાણ માત્ર એક ટકા વસ્તી જેટલું છે. વર્ષ ૧૯૮૦માં ૧૭ જેટલા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી ૧ર જેટલા ઉમેદવારો ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા હતા. વર્ષ ૧૯૯૦માં માત્ર ૧૧ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી માંડ ત્રણ જ ઉમેદવારોનો વિજય થયો હતો જ્યારે વર્ષ ર૦૧રની ચૂંટણીમાં પાંચ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી જેમાંથી બે ઉમેદવારો વિજયી થયા હતા. વર્ષ ૧૯૮૦ની સરખામણીમાં વર્ષ ર૦૧રનો આંકડો ખૂબ જ ઓછો અને નિરાશાજનક રહ્યો હતો. ગુજરાતમાં મુસ્લિમોની વસ્તીના પ્રમાણમાં આ આંકડા ખૂબ ઓછું પ્રતિનિધિત્વ દર્શાવે છે. ગુજરાતમાંથી અગાઉ જેટલા સભ્યો રાજ્યસભામાં સાંસદ હતા. જે આંકડો હાલ એકનો જ છે. હાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના નિકટના અહમદ પટેલ રાજ્યસભામાં ગુજરાતમાંથી માત્ર એક મુસ્લિમ સાંસદ છે. ચાલુ વર્ષે ખૂબ જ રસાકસી ભરેલી ચૂંટણી બાદ અહમદ પટેલનો રાજ્યસભા માટે વિજય થયો હતો.
૧૯૭૭માં કટોકટી બાદ વિજય થયેલા ઘણાં ઓછા કોંગ્રેસી નેતાઓમાં અહમદ પટેલ પણ એક હતા. તેઓ દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પરથી વિજયી થયા હતા.
હાલ લોકસભામાં ગુજરાતમાંથી એકપણ મુસ્લિમ સાંસદ નથી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીની સ્પષ્ટ નીતિ છે કે મુસ્લિમ ઉમેદવાર જ્યાંથી વિજય થઈ શક્તા હોય તે બેઠક પરથી તેમને ટિકિટ આપવી. ભાજપના લઘુમતી સેલના પ્રમુખ મહેબૂબ અહલી ચિશ્તીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મુસ્લિમોને પ્રતિનિધિત્વની નહીં પણ શિક્ષણ, ઘર અને ખોરાકની જરૂર છે.
૧૯૮૦થી ર૦૧ર સુધીમાં ગુજરાત વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ૧રથી ઘટીને માત્ર બે !

Recent Comments