ધોળકા, તા.૧૭
અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસના પીએસઆઈ આર.એફ.રાણા તથા સ્ટાફે બાકરોલ સર્કલ નજીક ધોળકા રોડ પર કાસીન્દ્રા આઉટ પોસ્ટની હદમાં રેડ પાડી હતી. જ્યાંથી વિવિધ બ્રાન્ડનો રૂા.૧૯.૩૮ લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ, એક ટ્રક, એક કાર મળી કુલ રૂા.૩પ,ર૮,પ૦૦નો મુદ્દામાલ મળી આવેલો. અહીંથી પોલીસે સતનામસિંગ, દાલચંદ અને કિશનલાલને પકડી પાડ્યા હતા. જ્યારે બે આરોપી સી.પી. સીંગ અને સુભમ જાખડ નાસી છૂટ્યા હતા. એસ.ઓ.જી.ના હે.કો. રોહિતકુમારે અસલાલી પોલીસ મથકમાં આ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.