એન્ટીગુઆ, તા.૨૧
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૨ ટેસ્ટની સીરિઝની પહેલી મેચ આજે એન્ટીગુઆ ખાતે રમાશે. પ્રથમ ટેસ્ટમાં કપ્તાન વિરાટ કોહલીની નજર કેપ્ટન તરીકે ૧૮મી સદી ફટકારવા પર હશે. જો તે સદી ફટકારે તો કેપ્ટન તરીકે સદીના મામલે રિકી પોન્ટિંગની બરોબરી કરશે. પોન્ટિંગે ૧૯ સદી ફટકારી છે. કેપ્ટન તરીકે સૌથી વધુ સદીનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ગ્રેમ સ્મિથના નામે છે. સ્મિથે કેપ્ટન તરીકે ૧૦૯ ટેસ્ટમાં ૨૫ સદી મારી છે. તેણે વિદેશી મેદાન પર ૫૬ ટેસ્ટમાં ૧૭ સદી ફટકારી છે અને કેપ્ટન તરીકે ૮૬૫૯ રન કર્યા છે. પોન્ટિંગે ૭૭ ટેસ્ટમાં ૬૫૪૨ રન અને કોહલીએ ૪૬ ટેસ્ટમાં ૬૨.૧૩ની એવરેજ ૪૫૧૫ રન કર્યા છે.ટેસ્ટમાં સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટમાં સૌથી વધુ ૫૧ સદી મારી છે. બીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો જેક કાલિસ છે. તેણે ૧૬૬ ટેસ્ટમાં ૪૫ સદી મારી છે. કોહલીએ ૭૭ ટેસ્ટમાં ૨૫ સદી ફટકારી છે. તે એક સદી મારે તો સ્ટીવ સ્મિથ (૨૫ સદી)ને પાછળ છોડી શકે છે. કોહલી ૨૬મી સદી ફટકારશે ત્યારે વિન્ડીઝના ગેરી સોબર્સની બરોબરી કરશે. સોબર્સે ૯૩ ટેસ્ટમાં ૨૬ સદી મારી છે.