(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૮
અમરેલીના યુવાન સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા બાદ મૂળ ગીરસોમનાથ જિલ્લાના ઘુસીયા ગામની યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા બાદ યુવતી વડોદરા પ્રાઇવેટ નોકરી કરતી હોઈ અને તેના પિતાને પોતાનું અપહરણ થયું હોવાનું જણાવી રૂપિયા અઢી કરોડની ખંડણી માંગવાનું નાટક રચવાના કેસમાં અમરેલી પોલીસે ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કરાયા હતા. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના પોલીસ હેડ ક્વાર્ટરના દરવાજા પાસે ચાની લારી ચલાવતા શખ્સના પુત્ર આકાશ મહેદ્રભાઈ આવટે રહે શ્રી રંગ સોસાયટી વાળા નામના યુવાન સાથે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઘુસીયા ગામની વતની દિશા નગાભાઇ વેજાભાઇ બારડ ઉવ-૧૯ નામની યુવતી સોસીયલ મીડિયા ફેસબુક દ્વારા સંપર્કમાં આવેલ હતી અને બંને એ પ્રેમ લગ્ન કરી લીધા હોઈ અને દિશા વડોદરા રહી કો જેન્ટ કંપનીમાં નોકરી કરી રહી હતી ગત તા.૨૩/૯ ના રોજ દિશા એ પોતાના પિતાને અમદાવાદ છું અને ઘરે આવવા નીકળેલ છું તેમ ફોનમાં કહેલ અને બાદમાં ફોન કરી પોતાનું અપહરણ થયેલ હોવાનું તરકટ રચેલ હતું અને તેના પિતાને ફોનમાં કહેલ કે મને કોઈ અજાણ્યા શખ્સોએ અપહરણ કરી લીધેલ છે અને તેવો અઢી કરોડ રૂપિયાની માંગણી કરે છે તેમ જણાવેલ હતું પરંતુ દિશાના પિતા એ સમગ્ર હકીકત અમરેલી સીટી પોલીસ ને કહેતા મામલો એસપી નિર્લિપ્ત રાય પાસે પહોંચતા આવેલ ફોન ની તપાસ કરતા પોલીસ તપાસમા દિશા કે જે તેના પ્રેમ લગ્ન કરેલ પતિ આકાશ સાથે શ્રી રંગ સોસાયટીમાંજ રહેતી હોઈ અને ત્યાંથીજ સમગ્ર નાટક રચ્યું હોવાનું ખોલ્યું હતું જેથી દિશાના પિતા નગાભાઇ પાસે ૧૭ વીઘા જમીન હોઈ ણ પૈસા વાળા હોવાથી તેના પિતા પાસેથી અઢી કરોડ કાઢવા પોતાનું અપહરણ થયેલ હોવાનું નાટક રચ્યું હોવાનું પોલીસને કહયું હતું આ અંગે યુવતીના ભાઈ રાણાભાઇ ઉર્ફે રાણો નગાભાઇ રહે ઘુસીયા તા.તલાળા જી.ગીરસોમનાથ વાળા એ તેની બહેન અને તેના પતિ સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૮૪.૧૨૦બી ૩૪ મુજબ ગુન્હો નોંધી ખોટા અપહરણ થયેલ હોવાનું જણાવી ખંડણી માંગવાના કેસમાં બંનેની ધરપકડ કરતા બંનેને કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે થયેલ હતા.