(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
મુંબઇથી આવતી બાંદ્રા-ઉદેપુર સુપરફાસ્ટ ટ્રેનની અડફેટે આવી જતા ત્રણ યુવકો પૈકી બે યુવકોના મોત નિપજ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રે ટ્રેન નં.૧૨૯૯૫ બાંદ્રા ટર્મિનસ-ઉદેપુર સુપરફાસ્ટ મુંબઇથી સુરત તરફ આવી રહી હતી. ડાઉન લાઇન પર દોડી રહેલી સુપરફાસ્ટ ટ્રેન ઉધનાથી આગળ નિકળી સુરત તરફ આવી રહી હતી. ત્યારે રાત્રિના સમયે ઉધનાથી આગળ રેલવે બ્રિજ નં.૪૪૦ કાંકરા ખાડી પાસે પહોંચતા બે યુવકો ટ્રેન નીચે આવી ગયા હોવાના મેસેજ લોકો પાયલોટ દ્વારા ઉધના સ્ટેશન માસ્ટરને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રેલવે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અંગે રેલવે પી.આઇ.વાય.બી.વાઘેલાએ બે યુવકો ૨૫થી ૨૮ વર્ષના ટ્રેન નીચે આવી ગયા હોવાનું જણાવ્યું હતું. રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઇ તેમની ઓળખની દિશામાં તપાસ હાથ હતી. ઉધના કાંકરા ખાડીના ડાઉન રેલવે ટ્રેક પાસે બનેલી ઘટનામાં એક યુવકનો મૃતદેહ બ્રિજથી ૨૫ ફૂટ દૂર ફેંકાયેલો મળી આવ્યો હતો. રેલવે પોલીસે બંને યુવકોની લાશનો કબજોે લઈને નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. હજુ બંને યુવકોની ઓળખ થઈ નથી હાલમાં રેલવે પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી છે.
ઉધનાના કાંકરા ખાડી પાસે ટ્રેનની અડફેટે બે અજાણ્યા યુવાનોનાં મોત

Recent Comments