(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૬
બગોદરા-વટામણ હાઈવે પર અકસ્માતમાં મેમર ગામના બે યુવા કુટુંબીભાઈઓના કરૂણ મોત થયા હતા. આ અકસ્માતમાં અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યના પુત્રનું મોત થતા પરિવારજનો, આગેવાનો અને હોદ્દેદારો દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે બગોદરા-વટામણ હાઈવે પર પૂરઝડપે આવી રહેલ ટ્રક નં. એન.એલ.૦૧ એ.સી. પ૦૪૬ના ચાલકે સામે આવી રહેલ બાઈક પર સવાર મહેન્દ્ર ઉર્ફે મોનટુ વાસુભાઈ સોલંકી (ઉ.વ.૧૮) તથા આનંદ અશોકભાઈ સોલંકી (બંને રહે.મેમર બાવળા)ને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તથા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની જાણ બગોદરા પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી બંને મૃતદેહનો પી.એમ. કરાવી ટ્રકચાલને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય અને પૂર્વ્‌ શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ સોલંકીના પુત્ર મહેન્દ્રનું અકસ્માતમાં મોત નીપજતા સમાજના આગેવાનો, સગાસંબંધી, પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં બગોદરા આરોગ્ય કેન્દ્ર પર દોડી આવ્યા હતા.